<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જામજોધપુરમાં કાલે જલારામ બાપાની ૨૨૫ મી જન્‍મજ્‍યંતીની ઉત્‍સાહભેર ઉજવણી થશે

ભવ્‍ય નગરયાત્રા , ઝૂંપડ પટ્ટી વિસ્‍તારમાં ફૂડ પેકેટ વિતરણ , બાપાનો પુષ્‍પાભિષેક , પૂજન આરતી , અન્‍નકૂટ , મહાપ્રસાદ , ધૂન ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર તા.૭: કહેવાય છે કે રઘુવંશીઓની બીજી દિવાળી એટલે પૂ.જલારામ બાપાની જન્‍મજ્‍યંતી આ પવિત્ર દિવસે રઘુવંશી પરિવાર પોતાના ઘરે દિવળા પ્રગટાવી રંગોળી કરતા હોય છે , ત્‍યારે જામજોધપુરમાં જલારામબાપાની ૨૨૫ જન્‍મજ્‍યંતીની આવતીકાલે તા.૮-૧૧-૨૦૨૪ ને શુક્રવારના રોજ ઉજવણી થનાર છે ત્‍યારે આ પ્રસંગે સવારે  છ કલાકે ગૌ સેવા - શ્વાન ગ્રાસ યજ્ઞ , સવારે ૬.૩૦ કલાકે ઝૂંપડપટ્ટી વિસ્‍તારમાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવશે , સવારે ૭.૧૫ કલાકે પૂજ્‍ય જલારામ બાપાનું પૂજન આરતી કરાશે ત્‍યારબાદ પૂજ્‍ય બાપાને પુષ્‍પાભિષેક કરાશે , સવારે ૮ થી ૧ વાગ્‍યા સુધી અન્નકૂટ દર્શન થશે ત્‍યારબાદ બપોરે ૩ . ૩૦ કલાકે જલારામ બાપાના મંદિરેથી ઢોલના તાલે જય જલારામના નાદ સાથે ભવ્‍ય નગરયાત્રા નીકળશે.ત્‍યારબાદ સાંજે ૬.૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે .અને રાત્રે ૯ કલાકે ધૂન ભજન કરાશે. આ પ્રસંગે રઘુવંશી પરિવાર ભાઈઓને પરિવાર સાથે ઉપસ્‍થિત રહેવા યાદીમાં જણાવાયું છે.

(1:17 PM IST)