<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

ધર્મ ની ધ્‍વજા બાંધનાર જલારામ બાપાના વંશજ અને હાલના ગાદીપતિ રઘુરામજી ભગત વિષે થોડી માહીતી

 

ભૂખ્‍યાને ભોજન આપો એ મહા મંત્ર જલારામ બાપા અને વીરબાઈમાંનો હતો જલારામ બાપા અને એના વંશજ હાલના ગાદી-પતિ શ્રી રઘુરામજીને રોટીમા શ્રી રામનુ સ્‍વરૂપ દેખાય છે એ વીરપુર જલારામ બાપા નુ કે જે વિશ્વનુ એક માત્ર એવું મંદિર છે કે જ્‍યાં અવિરત સદાવ્રત ચાલે છે પણ જ્‍યાં આજે વર્ષો થી કોઈ પણ જાતનું દાન કે ભેટ સ્‍વીકારવામાં આવતી નથી અને દરરોજ હજારો યાત્રાળુ શ્રદ્ધાળુઓ બાપાના મંદિરમા ઙ્કસાદ લે છે એવા મંદિરના નામ એવા જ ગુણ ધરાવતા રઘુરામજી જે જલારામ બાપાના વંશજ અને હાલ વીરપુરના ગાદીપતિ તરીકે બિરાજે છે જલારામબાપાના દીકરી જમનાબેનના દીકરા કાળા ભગતના દીકરા હરિરામ ભગતને જલારામ બાપા એ દતક લઈ વીરપુરના ઙ્કથમ ગાદીપતિ બનાવેલ બાદમા હરિરામજી ભગતના દીકરા ગિરધરરામજી ભગત બીજા ગાદીપતિ બનેલ અને બાદમા ત્રીજા ગાદી પતિ તરીકે ગિરધરરામ બાપા ના પૌત્ર યાને ગિરધરબાપાના મોટા દીકરા જયસુખરામબાપા અને કાન્‍તાબાના મોટા દીકરા રઘુરામજી ભગત ત્રીજા ગાદીપતિ તરીકે બિરાજે છે રઘુરામજી ભગત ગાદી પતિ છે પણ કયારેય ગાદી પર બેસતા નથી કોઈને પગે લાગવા દેતા નથી જાહેર કાર્યક્રમમા સ્‍ટેજ ઉપરથી સન્‍માન નથી સ્‍વીકારતા એટલા સરળતાથી જીવતા અને ફક્‍ત ગાદી પતિતો જલારામબાપા જ છે અમો તો વ્‍યવસ્‍થાપક છીએ હંમેશા એવુ બોલી ખુબ નરમ અને વિવેકી સ્‍વભાવમા જીવે છે.

 છેલ્લા બસો વર્ષથી સદાવ્રત વીરપુરમા ચાલે છે એ અવિરત ચાલે છે પણ છેલ્લા ઘણા વર્ષથી પૈસા કે ભેટ લેવાનુ રઘુબાપાએ બંધ કરી વિશ્વમા ધર્મનો ડંકો વગાડી દીધો છે.

હાલ રઘુરામજી ભગતે અયોધ્‍યામાં નવ નિર્માણ પામેલ રામમંદિરમા બને સમયનો રામલલાને ધરાતો ભોગ આજીવન વીરપુર તરફથી નોંધાવેલ છે.

રઘુરામજી એકદમ રામમય જીવન જીવે છે અત્‍યંત સરળ સ્‍વભાવના છે તો એમના નાના ભાઈ ભરતભાઈ પોતાના નામ એવા ગુણકારી,એ પણ રામના ભાઈ ભરતની જેમ જ ભક્‍ત વાસલ્‍ય સ્‍વભાવના છે.

રાઘુરામજીબાપાને  બે ભાઈ અને બે બહેનો છે મોટાબેન કીર્તિબેન એમના  નામ પ્રમાણે ગુણોથી ભરેલા છે એમની કીર્તિ સ્‍વાધ્‍યાય પરિવારમા ખૂબ ઊંચી છે પૂજ્‍ય દાદા તો એમને લાડલી દીકરી જ ગણતા નાના બેન શિલ્‍પાબેન.

 પૂજ્‍ય રાઘૂરામજી અને પત્‍ની રશ્‍મિબેનને સંતાન માં એક દીકરી રાધિકાબેન છે

(12:11 PM IST)