<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

પૂજ્‍ય શ્રી જલારામ બાપાના અસલી ફોટા વિષેની રસપ્રદ માહીતી

વીરપુર મંદિર મા ઢોલિયા પર છે એ એક જ ફોટો જલારામબાપાનો અસલી અને એક માત્ર ફોટો છે બીજા બધા ફોટા કાલ્‍પનિક ચિત્ર અને ફોટો શોપની કરામતના છે.

વિરપુર મંદિરમાં ઠોલિયા પર જે ફોટો છે એ ગોંડલ સ્‍ટેટની અંગત લાયબ્રેરી માંથી મળેલ છે, ગોંડલના દિવાન ઙ્કાણશંકર જોષી સાહેબના મામા કલ્‍યાણજીભાઇ એ જમાનામાં નવી નવી ગણાતી ફોટોગ્રાફીના શોખીન હતા  એમનો એક મિત્ર નામે એનશન જે ડેન્‍માર્કનો વતની હતો અને ફોટોગ્રાફીમાં નિષ્‍ણાત હતો આ બંને જણાએ ભેગા મળી રાજકોટમાં એ વખતે ખ્‍ઁતંઁ ્રૂ ર્ધ્‍ીશ્રર્ક્કીઁષશ ના નામે સ્‍ટુડીયો શરૂ કરેલો.

સ્‍ટુડિયોનાં  મુહૂર્તમાં કોઇ પવિત્ર માણસનો ફોટો લેવો એવું નકકી કરેલ અને એ વખતે કાઠિયાવાડમાં જલાભગત એક પવિત્ર સંત તરીકે લોકોમાં ખુબ જ જાણીતા હતા.

આ બંને મિત્રો સામગ્રી સાથે વિરપુર પહોંચ્‍યા એ વખતે વિશાળ કેમેરા અને બેકગ્રાઉન્‍ડ ગોઠવવામાં દિવસો લાગતા બાપા એ વખતે વયોવળદ્ધ હતા.

વિરપુરનું સદાવ્રત ધમધમતું હતું. એની ખીચડીનો સ્‍વાદ આજની માફક જ એ વખતે પણ ઙ્કસાદ રૂપે જ હતો બંને મિત્રોએ જલાભગતને ફોટો પડાવવા વિનંતી કરી બાપાએ નમ્રપણે ઇન્‍કાર કર્યો અને કહ્યું ઙ્કમારા તે વળી ફોટા હોય ? તમારે ફોટો લેવો હોય તો મહારાજ સાહેબ છે આ બાજુમાં ઉભી છે એ ગાય માતાનો લ્‍યો કોઇ પારેવાનો ફોટો લો, સાધુઓ પણ છે, હું તો એક પામર વ્‍યકિત છું.

 પણ આ બંને દોસ્‍તો આજીજી કરી બાપાના ચરણોમાં પડયા એમને દુઃખી થતા જોઇ બાપાનું ભકત હદય પીગળી ગયું અને આ શ્નઐતિહાસિક કલીકઙ્ખ આપણને મળી.

બંને મિત્રો બાપાને વંદન કરી, ઙ્કસાદ લઇ રાજકોટના રસ્‍તે પડયા એ વખતે ફોટા ધોવા માટે પણ જટિલ અને લાંબી ઙ્કક્રિયા હતી સ્‍ફૂદ્દ ભ્‍શ્વંણૂફૂતત થી એ કામ થતું મોટી સ્‍લાઇડોને પાણીથી ધોવામાં આવતી.

એ વખતે એટલું બધું પાણી ઢોળાતું કે શેરીઓમાં જોવા મળતું. રાજકોટની ખીજડા શેરીમાં આવેલા એ સ્‍ટુડીયોમાં જલાભગતનો આ ફોટો આ રીતે જ તસવીર સ્‍વરૂપ પામ્‍યો.

શરૂઆતમાંએ ફોટો ગોંડલ નરેશ અને દિવાન સાહેબની અંગત લાયબ્રેરીમાં જ પડેલો હતો પરંતું બાપાના ભકતોની લાગણી જોઇ મંદિર પરિવાર ને આ ફોટો મળેલ.

બાપાની હયાતીનો એકમાત્ર આ ડોકયુમેન્‍ટ આપણી મોંઘી વિરાસત છે એમાં બાપાની ડાબી આંખ સ્‍હેજ બીડાયેલી છે કદાચ ફ્‌લેશ લાઈટથી બંધ થયેલ હોય. ડાબી બાજુ લાખા જેવું દેખાય છે એ ઙ્કોસેસ મા પડેલ ધાબુ પણ હોઈ શકે, એ જમાનાની કાઠિયાવાડી પાઘડી અને અંગરખું અને ચહેરા ઉપરની અદભુત આભા આબેહૂબ એક ડેનિશ કલાકારે કંડાર્યાં છે. 

આજે આ ફોટો કરોડો લોકોની આસ્‍થાનું કેન્‍દ્રબિંદુ છે

(1:16 PM IST)