<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે પુ.જલારામબાપા જન્‍મજયંતિની ઉજવણી

વિરપુર (જલારામ)માં ભાવિકોની ભીડ જામશે ગામે-ગામ શોભાયાત્રા, ધુન-ભજન, કિર્તન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ તા.૭: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે પુ.જલારામબાપાની જન્‍મજયંતિ ભવ્‍યતાથી ઉજવાશે. વિરપુર (જલારામ) ખાતે ભાવિકોની ભારે ભીડ જામશે. પુ.જલારામબાપા જન્‍મજયંતિ નિમિતે કાલે ગામે-ગામ શોભાયાત્રા ધુન-ભજન, કિર્તન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

કોડીનાર

(અશોક પાઠક દ્વારા) કોડીનારઃ શ્રી લોહાણા મહાજન અને શ્રી જલારામ સેવા મંડળ કોડીનાર દ્વારાસંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૫મી જન્‍મજયંતિ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે.

આગામી તા.૦૭-૧૧-૨૪ ને ગુરુવારે કોડીનારમાં પ. પૂ. શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્‍મ જયંતી પ્રસંગે શ્રમજીવી વસાહત માં ભોજન પ્રસાદ વિતરણ, જલારામ રાસોત્‍સવ, જલારામ જન્‍મોત્‍સવ કાર્યક્રમનું આયોજન અને તા. ૮-૧૧-૨૪ શુક્રવારના રોજ પ્રભાતફેરી,શોભાયાત્રા, અન્નકૂટ દર્શન, સાધુભોજન, બન્ને ટાઈમ જલારામ મહાપ્રસાદ,સન્‍માન સમારોહ, મહાઆરતી, પૂજન અને સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. બન્ને ટાઈમના મહાપ્રસાદના મનોરથી ધીરજલાલ છગનલાલ ચાંદ્રાણી, ચંદ્રકાન્‍ત છગનલાલ ચાંદ્રાણી અને અનંતરાય છગનલાલ ચાંદ્રાણી પરિવાર છે, શ્રી લોહાણા મહાજન દ્વારા તેમને જલારામબાપાની મૂર્તિ આપીને તેમનુ સન્‍માન કરવામાં આવશે. શોભાયાત્રામાં દિનેશભાઇ ચુડાસમા અને હર્ષાબેન ગોંડલિયા તેમજ રાત્રે સંતવાણી કાર્યક્રમમાં પંકજ ચૌહાણ અને વાદ્યવળંદ ભક્‍તિ સભર કાર્યક્રમ રજૂ કરશે. જ્ઞાતિના દરેક વેપારીભાઈઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે.

આયોજનને સફળ બનાવવા માટે જલારામ સત્‍સંગ મંડળના કાર્યકર યુવાનો, વિજયભાઇ ખખ્‍ખર અને વિજયભાઇ કાનાબારના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી કરી રહ્યા છે તેમ મહાજન પ્રમુખ ભરતભાઇ રૂપારેલની અખબારી યાદીમાં જણાવાયું છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ પરમ પૂજ્‍ય સંત શિરોમણી શ્રી જલારામબાપા ની ૨૨૫ મી જન્‍મજયંતિ ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે જેમાં શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદ,(જ્ઞાતિભોજન)નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

અમરેલી લોહાણા મહાજન તેમજ રઘુવંશી સમાજ દ્વારા અત્રેના લાઠી રોડ ખાતે આવેલ માતુશ્રી અંબાબેન નરશીદાસ સોઢા લોહાણા મહાજન વાડી ખાતે પ્રાતઃ આરતી સવારના ૭ કલાકે શોભાયાત્રા બપોર ના ૩/૩૦ કલાકે તેમજ સંઘ્‍યા આરતી સાંજ ના ૭ કલાકે ત્‍યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જ્‍યારે ભવ્‍ય શોભાયાત્રા અત્રે ના લીલીયા રીડ પર આવેલ જલારામ મંદિરથી પ્રસ્‍થાન કરી ભીડભંજન મંદિર, રાજકમલ ચોક, ટાવર ચોક, હવેલી ચોક, લાઈબ્રેરી ચોક થઈ નાગનાથ મંદિર સંપન્ન થશે.

જલારામ ધૂન મંડળ પરિવાર અમરેલી દ્વારા અત્રેના લીલીયા ટોડ પર આવેલ જલારામ મંદિર ખાતે ડ્રાયફ્રુટ તેમજ ચોકલેટના અન્નકૂટનું પણ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

વિસાવદર

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદરઃ પુ.જલારામબાપા માતૃશ્રી વિરબાઇમાં ટ્રસ્‍ટના પ્રમુખ દિલીપભાઇ કાનાબારની યાદીમાં જણાવ્‍યા અનુસાર આગામી તા.૮ નવેમ્‍બર-૨૦૨૪ના રોજ પુ.શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્‍મજયંતિની વિસાવદરમાં શાનદાર ઉજવણી કરવાનું આયોજન કરાઇ રહયું છે. આ પાવન દિવસે પુ.જલારામબાપાની ભાવવંદના સાથે ભકિતસભર વિવિધ કાર્યક્રમોના આયોજન છે. સમગ્ર રઘુવંશી સમાજમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તે છે.

(12:00 PM IST)