<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

વાંકાનેરમાં પુ.શ્રી જલારામબાપાની ૨૨૫મી જન્‍મજયંતી ત્રિવીધ કાર્યક્રમો થકી ઉજવાશેઃ તૈયારીઓનો ધમધમાટ

મહાપ્રસાદ(નાત જમણ), વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ, પ્રભાતફેરી સહિત કાર્યક્રમો ઉજવાશેઃ વાંકાનેર રઘુવંશી સમાજમાં અનેરો ઉત્‍સાહઃ ઘેર-ઘેર રંગોળી તથા આંગણે તોરણો બંધાયા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૭: વાંકાનેર લોહાણા યુવક મંડળ દ્વારા વાંકાનેરમાં સંત શીરોમણી પરમ પુજય જલારામબાપાની ૨૨૫મી જન્‍મજયંતિની ત્રિવીધ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવશે.

આ તકે આગામી તા.૮ના રોજ પ્રારંભે પ્રભાતફેરી ત્‍યારબાદ દિવાનપરા સ્‍થીત ભગવાનજીભાઇ ખુશાલચંદ રાજવીર લોહાણા વિદ્યાર્થીઓનો જ્ઞાતિ અગ્રણીઓની વિશેષ ઉપસ્‍થીતીમાં સરસ્‍વતિ સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે.

ત્‍યારબાદ સન્‍માન સમારંભ પૂર્ણ થયા બાદ સમગ્ર વાંકાનેર તથા તાલુકામાં વસતા દરેક લોહાણા પરિવારો માટે સાંજે ૬:૩૦ કલાકે બહેનો માટે ત્‍યારબાદ ૮ કલાકે ભાઇઓ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન દિવાનપરા ખાતે લોહાણા મહાજન વાડી ખાતે પ્રારંભ થશે તો દરેક રઘુવંશી પરિવારોએ ઉપરોકત કાર્યક્રમનો લાભ લેવા તેમજ જ્ઞાતિ ગંગાના દર્શન તથા મહાપ્રસાદમાં સમયસર પધારવા ધારાસભ્‍ય શ્રી જીતુભાઇ સોમાણી, લોહાણા યુવક મંડળના પ્રમુખશ્રી ધર્મેશભાઇ ભીંડોરા, મંત્રીશ્રી સુનિલભાઇ ખખ્‍ખર, ઉ.પ્રમુખશ્રી બટુકભાઇ બુધ્‍ધદેવ દ્વારા આમંત્રણ સાથે સંયુકત યાદીમાં જણાવ્‍યું છે.

આ તકે રામધામના સ્‍વપ્‍નદ્રષ્‍ટા અને એકમાત્ર રઘુવંશી ધારાસભ્‍ય જ્ઞાતિઅગ્રણી શ્રી જીતુભાઇ સોમાણી, મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઇ જ્ઞાતિ શ્રેષ્‍ઠી મંત્રીશ્રી લલિતભાઇ પુજારા, ભરતભાઇ ભીંડોરા, ગિરીશભાઇ કાનાબાર, વિનુભાઇ કટારીયા, કિશોરભાઇ જે. પુજારા, મહેશભાઇ રાજવીર, આર.ટી. કોટક, ગુલાબરાય સુબા, રસીકભાઇ ભીંડોરા સહિતના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

આ ઉપરાંત વાંકાનેર લોહાણા યુવક મંડળ તથા રઘુવંશી સોશ્‍યલ ગ્રુપના હોદેદારોએ તથા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીગણે સાંજે ચાર કલાકે દિવાનપરા સ્‍થીત લોહાણા મહાજન વાડી ખાતે સમયસર ઉપસ્‍થિત થઇ જવું વિદ્યાર્થી સન્‍માન સમારંભ પુર્ણ થયે તુરંત સમસ્‍ત લોહાણા સમાજ માટે મહાપ્રસાદ પ્રારંભ સાંજે ૭(સાત) કલાકે શરૂ થઇ શકે.

(11:36 AM IST)