તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th November 2024
લોધીકા છાપરા ગામના વિદ્યાર્થી આપઘાત પ્રકરણમાં ૩ શિક્ષકો સસ્પેન્ડ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૭ : રાજકોટના લોધિકા તાલુકાના મોટાવડા ગામે ધો. ૧૧ કોમર્સના વિદ્યાર્થી ધ્રુવીલ વરુએ ૧૯ ઓકટોબરના ૩ શિક્ષકોના ત્રાસથી સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનામાં વિદ્યાર્થીને મરવા મજબૂર કરનારા આચાર્ય સચિન વ્યાસ, કાયમી શિક્ષક મોસમી શાહ અને જ્ઞાન સહાયક વિભૂતિ જોષી સામે ૨૦ ઓક્ટોબરના લોધિકા પોલિસે FIR દાખલ કરી હતી. તે પછી ૧૭ દિવસથી ત્રણેય શિક્ષકો ફરાર છે.
આ દરમિયાન આ ત્રણેય શિક્ષકોએ ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. અરજી કોર્ટમાં નામંજૂર થઈ છે જેથી હવે પોલીસ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવશે.
બીજી તરફ રાજકોટના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે ત્રણેય શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે અને તેનો રીપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
