તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd October 2024
નવયુગ સાયન્સ કોલેજમાં યોજાઇ ફુડ સ્પેશિયાલીટી ઓફ ગુજરાત ઇવેન્ટ
બીએસસીના છાત્રો દ્વારા દરેક જિલ્લાની પ્રખ્યાત ફુડ આઇટમોનું પ્રદર્શન કરાયુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૩: નવયુગ સાયન્સ કોલેજના બીએસસીના વિદ્યાર્થીઓ દ્વારા સૌપ્રથમ વખત ગુજરાતની વિસરાતી વાનગીઓ અને વિસરાતી સંસ્કળતિને જાળવી રાખવા ‘ફૂડ સ્પેશિયાલીટી ઓફ ગુજરાત'નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતના દરેક જિલ્લાની પ્રખ્યાત વાનગીઓ જેવી કે મહુડીની પ્રખ્યાત સુખડી, અમરેલીનો પ્રખ્યાત દૂધપાક, છોટા ઉદેપુરની પ્રખ્યાત રજવાડી થાળી, કચ્છની પ્રખ્યાત દાબેલી, લુણાવાડાનું પ્રખ્યાત મકાઈનું છીણ, વડોદરાનું પ્રખ્યાત સેવ- ઉસળ, ડાકોરના પ્રખ્યાત ગોટા જેવી અનેક વાનગીઓનું તેના ઓરીજીનલ સ્વાદ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સાથે ગુજરાત જેના માટે વખણાય છે તે ફાફડા- જલેબી - ખમણ - ઢોકળા - થેપલાં તેમજ મગ - લાપસી, ચુરમાંના લાડુ, મોહનથાળ જેવી ગુજરાતી મીઠાઈ પણ રાખવામાં આવી હતી. જેની અંદર દરેક વાનગીઓનો ઓરિજિનલ સ્વાદ માણવા મળ્યો હતો.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક વિભાગીય વડા,દરેક વિભાગના શિક્ષકો તેમજ દરેક વિભાગના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા બીએસસી કોલજના આસિસ્ટન્ટ પ્રોફેસર ઉર્વિશા બગથરીયાએ જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજિયા , મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ , કેમ્પસ ડાયરેક્ટર રાવલભાઈ તેમજ બીએસસી વિભાગના પ્રિન્સિપાલ વોરાભાઈ ઉપસ્થિત રહ્યા હતાં.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
