તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
જૂનાગઢમા આંગડીયા પેઢી લુંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડીને રોકડા રૂ.૨૬,૮૦,૦૦૦/- નો મુદામાલ જપ્ત કરતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચનાથી આરોપીઓ અયાન ઉર્ફે પાચીયો અમીનભાઇ હાજીઅબ્દુલ્લા મુળીયા ઘાંચી મુસ્લીમ, સાહીલ ઉર્ફે સોયલો આમદભાઇ કાસમભાઇ દલ ગામેતી મુસ્લીમ, રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન કાસમખાન પઠાણ તુર્ક મુસ્લીમની સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૨: જૂનાગઢમા આંગડીયા પેઢી લુંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડીને રોકડા રૂ.૨૬,૮૦,૦૦૦/- નો મુદામાલ જપ્ત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરેલ છે.
ગઇ તા.૨૧/૧૦/૨૦૨૪ ના રોજ જૂનાગઢના રહીશ સાહેદ મયુરસિંહ સોલંકીએ ફરીયાદી રમજાનભાઇ હારૂનભાઇ ઉઠમના, ઘાંચી ને રોકડા રૂપીયા ૨૬૮૦૦૦૦ નુ જુનાગઢમાં આંગડીયુ કરવા આપેલ જે રૂપીયા લઇ ફરીયાદી તથા આ કામના આરોપી નં. (૧) અયાન ઉર્ફે પચીયો સાથે આંગડીયુ કરવા ગયેલ હોય અને સાહેદે આંગડીયુ કરવાની ના પાડેલ ત્યાર બાદ તે રૂપીયા લઇ ફરીયાદી આરોપી અયાન ઉર્ફે પાચીયો પરત આવતા હોય ત્યારે આરોપી અયાન ઉર્ફે પાચીયએ મોકલેલ તેના મિત્રોએ ફરીયાદીના ગળાના ભાગે છરી રાખી ઇજા કરી મારી નાખવાની બીક બતાવી રોકડા રૂ. ૨૬,૮૦,૦૦૦ /- ભરેલ થેલાની લુટ કરી નાશી ગયેલાનો બનાવ બનેલ. જે અંગે " જૂનાગઢ એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૩૨૪૧૦૩૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૧, ૧૧૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગઇ તા.૨૧/૧૦/૨૦૨૪ ના ક.૨૧/૧૫ વાગ્યે જાહેર થયેલ છે.
ઉપરોકત આ બનાવ બાબતે જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સુચના અને માર્ગદર્શન હેઠળ સદરહુ ગુન્હોના આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. જે.જે.પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે રાત દિવસ એક કરી સતત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હોય. તે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ,ના પોલીસ ઇન્સ. જે.જે.પટેલ તથા પો.સ્ટાફના વિક્રમભાઇ ચાવડા, ભરતભાઇ સોલંકી, સાહીલભાઇ સમા નાઓને સંયુક્તમાં હ્યુમન ઇન્ટેલીજન્સીની મદદથી ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, ઉપરોકત લુંટ ચલાવનાર ત્રણેય આરોપીઓ હાલ વંથલી, મેન્ગો માર્કટ યાર્ડ ખાતે હોવાની હકિકત આધારે તુરત જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને રવાના કરી આ જગ્યાએ તપાસ કરતાં ત્રણેય આરોપીઓ મળી આવતાં રાઉન્ડ અપ કરી મુદામાલ અંગે પુછપરછ કરતા પ્રથમ ગલ્લા-તલ્લા કરતા ત્રણેય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી આગવી ઢબે યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં મુદામાલ ગયેલ તમામ મુદામાલ સુખનાથ ચોક, ફીલ્ટર પ્લાન પાસે સંતાડેલ હોવાની હકિકત જણાવતા તાત્કાલીક ટીમને રવાના કરી તમામ મુદામાલ મળી આવતા ડીસ્કવરી પંચાનામા વિગતે લુંટમાં ગયેલ તમામ રોકડા રૂા.૨૬,૮૦,૦૦૦/- રીકવર કરવામા આવેલ છે.
અટક કરેલ આરોપીઓ :(૧) અયાન ઉર્ફે પાચીયો અમીનભાઇ હાજીઅબ્દુલ્લા મુળીયા ઘાંચી મુસ્લીમ, ઉવ. ૧૮ (જન્મ તા.૨૧/૦૯/૨૦૦૬) ધંધો. ખેતીકામ રહે. હેઠાળ ફળીયા, નળવાળો ચોક, જુનાગઢ (૨) સાહીલ ઉર્ફે સોયલો આમદભાઇ કાસમભાઇ દલ ગામેતી મુસ્લીમ, ઉવ.૨૩ ધંધો. મજુરી રહે. અજંટા ટોકીઝ, ફીલ્ટર પ્લાન પાસે ધારગઢ રોડ, જુનાગઢ(૩) રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન કાસમખાન પઠાણ તુર્ક મુસ્લીમ, ઉવ. ૨૧ ધંધો. મજુરી રહે. મતવાવાડ, જેલ રોડ, જુનાગઢની ધરપકડ કરવામાં આવી છે.કબ્જેકરેલમુદામાલ રોકડા રૂા.૨૬,૮૦,૦૦૦/- કાળા કલરનુ સુઝુકી કંપનીનુ બર્ગમેન રજી. જીજે-૧૧-સીપી-૬૦૩૧ મો.સા.-૧ કિ.રૂ.૪૫,૦૦૦/-
મોબાઇલ ફોન-૩ કિ.રૂા.૪૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨૭,૬૫,૦૦૦ જપ્ત કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં જૂનાગઢ ડીવીઝનના ના.પો.અધિ. હિતેષ ધાંધલ્યા , ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા એ ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. બી.બી. કોળી તથા પો.ઇન્સ. વી.જે.સાવજ તથા નેત્રમ શાખાના પો.સ.ઇ. પી.એચ.મશરૂ તથા ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ડેર, સાહિલભાઇ સમા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. ભરતભાઇ સોલંકી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
