<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

કેવડીયા ખાતે રાજવી ઇતિહાસના ભવ્ય મ્યુઝીયમનું ખાતમુહૂર્ત અંગે નરેન્દ્રભાઇનો આભાર માનતા પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)

રાજપુત સમાજનો ગૌરવવંતો ઇતિહાસ જાગૃત કરવા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૨: આગામી તા. ૩૧, ઓકટોબર 'એકતા દિવસ' ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કેવળીયા કોલોની ખાતે દેશના પ૬૨ રજવાડાઓના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવતા મ્યુઝીયમનું ખાતમૂહૂર્ત થનાર છે. માન. પ્રધાનમંત્રીએ આ અંગે અગાઉ જાહેરાત કરેલ જે ભવ્ય યોજના ર૬૦ કરોડના ખર્ચે સાકાર થવા જઈ રહેલ હોય, પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ પ્રધાનમંત્રી મોદીના આ નિર્ણયને આવકારતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલનો આભાર માની જણાવેલ છે કે આ મ્યુઝીયમ બનતા દેશના ભવ્ય ઈતિહાસને આવનારી પેઢીઓ સદાય યાદ કરી ઙ્કેરણા પ્રાપ્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૧ ઓકટોબરના દિવસે આ ભવ્ય મ્યુઝીયમનું ખાતમૂર્હત થવાનું છે ત્યારે આ મ્યુઝીયમનું સંપૂર્ણ કામ આ દેશના ગૌરવવંતા રાજવીઓની યશસ્વી પરંપરા તેમના ત્યાગ અને બલિદાનનો ઈતિહાસ નવી પેઢી સામે તાજો થશે.

વિશેષમાં કેવળીયા ખાતે આકાર લેનાર 'મ્યુઝીયમ ઓફ રોયલ કિંગ્ડમ્સ ઓફ ઈન્ડિયા'ની ડીઝાઈન અનુસાર મ્યુઝીયમની દિવાલો વિવિધ પાત્રો સાથે ડીઝાઈન થનાર છે અને પાણીની ચેનલ ગ્રીનવેઝ અને રીટેન્શન તળાવોનું પણ નિર્માણ થનાર હોય, વરસાદી પાણીના સંગ્રહ માટે મહત્વનું બની રહેશે માટે પણ કેન્દ્ર અને રાજય સરકારનો આભાર માનેલ છે.

(1:40 PM IST)