<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

લીંબડી હાઇવે ઉપર ટેન્‍કર-ડમ્‍પર વચ્‍ચે અકસ્‍માતમાં યુવકનું મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧: સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્‍કર અને ડમ્‍પર વચ્‍ચે અકસ્‍માતમાં એક વ્‍યક્‍તિનું મોત નિપજ્‍યું હતું. આ ગોઝારા અકસ્‍માત બાદ ટેન્‍કરમાંથી કેમિકલ રસ્‍તા પર ફરી વળતા લોકો સહિત આસપાસના વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્‍યો હતો. આ અકસ્‍માતના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્‍થળે દોડી ગયા હતા.

જ્‍યારે આ અકસ્‍માતની ઘટનામાં અન્‍ય એક વ્‍યક્‍તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાકીદે લીંબડી સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો. જયારે આ અકસ્‍માતની ઘટનાના પગલે સુરેન્‍દ્રનગર અને લીંબડી ફાયર ફાયટર ટીમ, ડીવાયએસપી વિશાલ રબારી તથા પ્રાંત અધિકારી અને પોલીસ સહિતની ટીમે ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અકસ્‍માત બાદ કલાકો સુધી ટેન્‍કરના ડ્રાઈવરનો કેબીનમાં મળતદેહ ફસાયેલો રહ્યો હતો.

(10:39 AM IST)