<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

પોરબંદરમાં પધારેલા ડો. મનસુખભાઇ મસમોટા ખાડાવાળા મુખ્‍ય રસ્‍તાઓ તથા દરેક તહેવારોમાં બંધ સ્‍ટ્રીટ લાઇટોની મોકાણ ધ્‍યાને લેશે?

૪. ૭૨ કરોડના વિકાસ કામોનાતમુહુર્ત તથા લોકાપર્ણ માટે : સંસ્‍થાઓના વિવિધ કાર્યક્રમોના ફોટો સ્‍ટેશનમાં હાજર રહેતા પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી શહેરની સમસ્‍યાઓમાં ધ્‍યાન નહી આપતા હોવાની લોક ફરિયાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૨ ભાજપ સંચાલિત નગરપાલિકાના કથળતા વહીવટને લીધે શહેરના પોણા ભાગના વિસ્‍તારોમાં રાત્રે અંધારા છવાય જાય છે શહેરની મોટાભાગની સ્‍ટ્રીટ લાઇટો બંધ છે. અને આ બંધ સ્‍ટ્રીટ લાઇટને ફરિયાદો નગરપાલિકા કચેરીએ કરવા જતા માત્ર આશ્વાસનો મળે છે. આવું લાંબા સમયથી ચાલ્‍યું આવે છે. જેના કારણે હોળી ધૂળેટી સાતમ આઠમ નોરતઅને દિવાળી તહેવારોમાં રાત્રીના બંધ સ્‍ટ્રીટ લાઇટોને લીધે હજુશહેર માં અંધારા દરુ થતા નથી બંધ સ્‍ટ્રીટલાઇટોની દરેક તહેવારોમાં મોકાણ છે.

શહેરી ચોપાટી તેમજ અર્ધા એમ.જી.રોડ ઉપર સ્‍ટ્રીટ લાઇટો બંધ છે ઉપરાંત એમ.જી. રોડ કુંભારવાડી, તેમજ અન્‍ય રાજમાર્ગો ઉપર મસમોટા ખાડા બુરવામાં નગરપાલિકા ધ્‍યાન આપતી નથી આઠમાં નોરતાની રાત્રી એ ચોપાટીએ બંધ સ્‍ટ્રીટ લાઇટના અંધારામાં એક સ્‍કુટર સવાર યુવતી રોડ ઉપર ખાડાંમાં પડી જતા તે બેભાન થઇ ગયેલ અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની મદદથી હોસ્‍પિટલે ખસેડાય હતી આવા અનેક અકસ્‍માતોમાં રાત્રીના અંધારાના લીધે થાય છે.

નગરપાલિકામાં બંધ સ્‍ટ્રીટલાઇટની રીપેર કરવા હાલ સીડી નથી અને ઇલેકટ્રીક સામાન નથી. મોબાઇલવાન રીપેરીંગમાં છે. તેવા જવાબો અપાય છે. શહેરમાં ખાડાં વાળા રસ્‍તાઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે કાયમી માથાનો દુઃખાવો બની ગયેલ છે.

આજરોજ કેન્‍દ્રીયમંત્રી અને પોરબંદર વિસ્‍તારના સાંસદ મનસુખભાઇ માંડવિયા  આવી રહ્યા છે ત્‍યારે લોકોની માગણી છે કે મનસુખભાઇ શહેરીજનોને બંધ સ્‍ટ્રીટલાઇટો ની અને બીસ્‍માર રસ્‍તાની મોકાણમાંથી છોડાવે લોકોમા ગણગણાટ છે કે નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી વિવિધ સંસ્‍થાઓના કાર્યક્રમોમાં ફોટો સેશનમાં અચુક ઉપસ્‍થિત રહે છે. નગરપાલિકા પ્રમુખ શહેરની સમસ્‍યાઓ ધ્‍યાને નહી લેતા હોવાની લોક ફરિયાદો વધતી જાય છે.

(1:49 PM IST)