તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 10th October 2024
તારા ગામની છોકરીઓ સાથે અમારા લગ્ન કરાવી દે કહી રમણભાઇનો હાથ ભાંગી નાંખ્યો
શાપરનો બનાવઃ મુળ ડાકોરના શખ્સોએ ગાળો ભાંડી હુમલો કર્યો

રાજકોટ તા. ૧૦: શાપર વેરાવળમાં સુમંગલ કાસ્ટીંગ પાસે રહેતાં અને કારખાનામાં મજુરી કરતાં મુળ છોટાઉદેપુર બાલાસીનોરના રમણભાઇ પુનાભાઇ શેનવા (ઉ.વ.૫૫) સાંજે કરીયાણાની દૂકાનેથી તેલ લઇને ચાલીને ઘરે જતાં હતાં ત્યારે ગુલાબ ઓઇલ મીલ પાસે ડાકોર પંથકના બે શખ્સોએ હુમલો કરી ધોકા-ઢીકાપાટુ મારતાં હાથ ભાંગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી.રમણભાઇના સગાના કહેવા મુજબ બે શખ્સોએ તેમને આંતરીને તારા ગામની છોકરીઓ સાથે અમારા લગ્ન કરાવી દે તેમ કહેતાં રમણભાઇએ હું આવુ કામ કરતો નથી તેમ કહેતાં બંનેએ ગાળો દીધી હતી અને હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
