તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 10th October 2024
આટકોટ મોટા ચોકમાં નવરાત્રી રાસ પૂરા થયા પછી દરરોજ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે

આટકોટઃ મા જગદમ્બા શક્તિ મંડળ દ્વારા મોટા ચોક માં દરરોજ રાત્રે રાસ ગરબા પૂરા થયા પછી જન મન ગણનું રાષ્ટ્રગીત ગાવામાં આવે છે તેમાં નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સુધી લોકો એક સાથે ઉભા રહી લોકો રાષ્ટ્રગીત ગાય છે રાષ્ટ્રગીત પૂરું થયા પછી આરતી કરવામાં આવે છે તેમજ નાની નાની બાળા ઓને પ્રસાદી આપવામાં આવે છે આટકોટ મોટો ચોક એટલે ૫૦ વર્ષ જેટલો સમય થયો હશે. પહેલા નાટકો પણ યોજાતા હતા જેને જોવા માટે જગ્યાઓ પણ મળતી નહોતી ત્યારે હાલના સમયમાં નાટક પાત્રો કોઈ બનતા ન હોય જેને લઇ અહીં નાટક બંધ થયા હતા ત્યારે હાલમાં આ ચોકમાં ૮૦ બાળા આવો રાસ ગરબાની રમઝટ બોલાવે છે અને સભ્ય દ્વારા દરેક બાળકોને નાસ્તા પાણી તેમજ જોવા વાળાઓને નાસ્તા પાણીનું આયોજન કરવામાં આવે છે કોઈ પણ લોકો મોટા ચોકની નવરાત્રી માં માનતા રાખે છે તેની જરૂર માનતા માતાજી સફળ કરે છે તેમ ત્યાંના જગદમ્બા શક્તિ મંડળ ના આયોજક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. (તસ્વીરઃ કરશન બામટા)
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
