તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 10th October 2024
ધ્રોલના સણોસરા પગપાળા જતા પદયાત્રિકોને અજાણ્યા વાહને હડફેટે લેતા ૨ ના મોત : ૧ ને ઈજા
જામનગર-રાજકોટ હાઈવે પર સોયલ ટોલનાકા નજીક દુર્ઘટના સર્જાતા પોલીસ તપાસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૦ : જામનગર જિલ્લાના ધ્રોલના સોયલ ટોલનાકા પાસે અજાણ્યા વાહને પદયાત્રીકોને હડફેટે લેતા બે વ્યક્તિના મોત થયા છે એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલના સોયલ ટોલનાકા નજીક આજે વહેલી સવારે ૫ લોકો ધ્રોલના સણોસરા પગપાળા જતા હતા. ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર સોયલ ટોલનાકા નજીક અજાણ્યા વાહને પગપાળા જતા યાત્રીકોને હડફેટ લેતા ૨ ના મોત થયા હતા તથા એક પદયાત્રિકને ઈજા પહોચતા ધ્રોલ અને અલીયાબાડા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી જામનગર ખાતે સારવારમા ખસેડયા હતા ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
