તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th October 2024
ધ્રાંગધ્રાના હરિપર ગામે ભાજપના મહિલા સરપંચનું રાજીનામું

વઢવાણ, તા. ૭ :ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગ્રામ પંચાયતના ભાજપના મહિલા સરપંચે પોતાના હોદ્દા પરથી રાજીનામું તાલુકા પંચાયતમાં મોકલી આપ્યું હોવાનું જણાવ્યું હતું. ધ્રાંગધ્રા હરીપર ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી જ્યોતિબેન શૈલેષભાઈ પટેલ સરપંચ તરીકે જીત થઈ હતી. જેમાં સરપંચ જ્યોતિબેન પટેલે સામાજિક કારણોસર તેઓના હોદ્દા પર રહી ફરજ બજાવી નહીં. શકે તેવું જણાવી ગઈકાલે ં રાજીનામું તાલુકા પંચાયતને મોકલી આપ્યું હતું. આમ હરીપર ગામના સરપંચ દ્વારા પદ પરથી રાજીનામું આપવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાય છે. રાજીનામા પાછળ સામાજીક કારણ કે અન્ય કારણ તે આગામી દિવસમાં સાચું કારણ બહાર આવશે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
