<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ નગર દ્વારા વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પથ સંચાલન, શારીરિક પ્રત્યક્ષિક, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા : સ્વયંસેવકો ઉપરાંત નગરજનો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિજયાદશમી ઉત્સવ એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિજયા દશમી એટલે સંઘનો સ્થાપના દિવસ. આ વિજયા દશમી ઉત્સવથી સંઘ શતાબ્દી વર્ષનો પ્રારંભ થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ નગર દ્વારા વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા શેઠ એમ જે હાઇસ્કુલ ખાતેથી પથ સંચાલન કાઢવામાં આવ્યું હતું

   . સંઘના પથ સંચાલનમાં વિરમગામ વાસીઓએ એકતા, સામુહિકતા, અનુસાશન, શિસ્ત, સમય પાલનના દર્શન કર્યા અને ઠેર ઠેર પુષ્પ વર્ષા કરીને પથ સંચાલનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને સાંજે પથ સંચાલન શેઠ એમ જે હાઇસ્કુલ ખાતે પૂર્ણ થયું હતું.

   વિજયા દશમી ઉત્સવ નિમિત્તે આયોજિત જાહેર કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિરમગામના આઇપીએસ સ્કૂલ અને શ્રી હરિ નર્સિંગ કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ જિલ્લા સંઘચાલક રણજીતસિંહ ઝાલા દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. શારીરિક પ્રત્યક્ષિક, ગીત, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


 

(12:02 PM IST)