<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

વાંકાનેરમાં શ્રી ગાયત્રી શકિતપીઠમાં નવરાત્રી પર્વ નિમિતે પ્રાચીન ગરબાની રમઝટ

 

વાંકાનેરઃ વાંકાનેરમાં આવેલ સુઙ્કસિદ્ધ ધાર્મિક અને આધ્‍યાત્‍મિક, સેવાકીય સંસ્‍થા શ્રી ગાયત્રી શકિતપીઠ ખાતે પ્રતિ વર્ષ મુજબ આસોના નવલા નવરાત્રીમાં પ્રાચીન ગરબાની રંગત જામે છે દરરોજ સાંજે ૫ થી ૭ બાળાઓ રાસ લ્‍યે છે જેમાં વેદમાતા ગાયત્રી સ્‍કૂલની બાળાઓ ભાગ લ્‍યે છે નવરાત્રી દરમ્‍યાન દરરોજ ગરબા પૂર્ણ થયા બાદ દરેક બાળાઓનેં ભોજન (મહાપ્રસાદ) આપવામાં આવે છે તેમજ આસોસુદ દસમના રોજ માતાજીનો હોમાત્‍મકયજ્ઞ થાય છે તેમજ ગાયત્રી મંદિરમાં નીજ મંદિરમાં ૪૬ કિલોની સંપૂર્ણ ચાંદીની ક્‍લાત્‍મક ગરબી છે જેમાં નવદુર્ગા માતાજીના ફોટા છે ગઈકાલે ચોથા નોરતે શ્રી અંબાજી માતાજીની સવારી નીકળેલ હતી શ્રી ગાયત્રી શકિતપીઠ વાંકાનેરના મહંતશ્રી અશ્વિનબાપુ રાવલના માર્ગદર્શન હેઠળ ભકિતભાવ પૂર્વક નવરાત્રી ઉજવાઈ છે ગાયત્રી પરિવારના રાહુલભાઈ જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

(11:07 AM IST)