<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

પડધરી તાલુકાના તરઘડીના રે.સ.નં. પ૦ પૈકી જમીન અંગે પ્‍લોટ હોલ્‍ડર્સની જુદી-જુદી અરજી મંજુર

એડવોકેટ મેહુલ વી. મહેતા અને ભૌતિક કાલરીયાની ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં દલીલ સફળ

પડધરી, તા. ર૮ :  આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે પડધરી તાલુકાના ગામ તરઘડીના રેવન્‍યુ સર્વે નં. ૫૦/૨ ની ખેડવાણ જમીન તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત, પડધરીના તા. ૧૦-૬-૧૯૬૪ના હુકમથી બિનખેડવાણ થયેલ અને જે સંબંધેનો લે-આઉટ પ્‍લાન તા. ૩-૪-૧૯૬૪ના રોજ મંજૂર કરવામાં આવેલ. ત્‍યારબાદ સદરહુ બિનખેડવાણ થયેલ જમીનના પ્‍લોટ્‍સ કાયદેસરના રજી. વેચાણ દસ્‍તાવેજોથી વેચાણથી આપી દીધેલ.

સદરહુ ખેડવાણ જમીનના મૂળ ખાતેદાર આયર નારણ હીરાના ખાતે આવેલ. સદરહુ જમીન તેઓએ કાયદેસરના રજી. વેચાણ દસ્‍તાવેજથી સને ૧૯૬૪માં તુલસીદાસ માણસુર સોનીને વેચાણથી આપેલ. ત્‍યારબાદ સદરહુ જમીન તુલસીદાસ માણસુર સોનીએ નર્મદાબેન નરભેરામ ભટ્ટને કાયદેસરના રજી. વેચાણ દસ્‍તાવેજોથી વેચાણથી આપેલ અને જેઓએ અલગ-અલગ વેચાણ દસ્‍તાવેજોથી પ્‍લોટ્‍સનું વેચાણ કરેલ. આમ, મૂળ ખાતેદાર દ્વારા કાયદેસરના વેચાણ દસ્‍તાવેજથી વેચાણ કર્યા બાદ સદરહુ જમીન સંબંધે કોઈ હક્ક-અધિકાર કાયદા મુજબ રહેતા નહીં હોય ત્‍યારે તેઓના વારસદારોનો કોઈપણ પ્રકારનો માલિકી હક્ક-અધિકાર રહેતો નથી. જે કાયદાની અને હકિકતની પરિસ્‍થિતી રેકર્ડ ઉપર હોવા છતાં ગુજરનાર નારણભાઈ હીરાભાઈના અવસાન બાદ તેઓના વારસદારોએ રેવન્‍યુ રેકર્ડની પરિસ્‍થિતીનો ગેરલાભ લઈ ઘણાં વર્ષો પછી લેન્‍ડ રેવન્‍યુ કોડની જોગવાઈઓથી વિરુદ્ધ જઈ તેમજ બિનખેડવાણ જમીન સંબંધિત ખેતીની જમીન દર્શાવી વારસાઈ નોંધ પ્રમાણિત કરાવેલ અને જે નોંધના આધારે ગેરકાયદેસર મિલાપીપણું રચી નારણભાઈ ચાવડાના દિકરા વિભાભાઈ ચાવડાએ તેમના પત્‍ની રાઈબાઈ વિભાભાઈ ચાવડાના ખાતે સદરહુ ખેડવાણ જમીનની નોંધ દાખલ કરાવેલ. જેની રૂઈએ લાભુભાઈ લખમણભાઈ નેત્રાના નામનો વર્ષ : ૨૦૦૬માં ખેડવાણ જમીનનો સવાલવાળો વેચાણ દસ્‍તાવેજ ઉભો કરેલ. જે દસ્‍તાવેજ કાયદા મુજબ પ્રથમથી જ વ્‍યર્થ છે તેમજ બિનખેડવાણ થયેલ જમીનનો દસ્‍તાવેજ ટકવાપાત્ર નથી તથા આયર નારણ હીરાના વારસદારોનો વાદગ્રસ્‍ત જમીનમાં કોઈપણ પ્રકારનો હક્ક-હિત-હિસ્‍સો રહેતો નથી. તે તમામ હકિકતો જાણતા હોવા છતાં ગેરકાયદેસર રીતે અને મિલાપીપણું કરી સવાલવાળો દસ્‍તાવેજ ઉભો કરવામાં આવેલ. ત્‍યારબાદ વાદગ્રસ્‍ત જમીન ફરી વિભાભાઈ ચાવડાના વારસદારો રણજીતભાઈ વિભાભાઈ ચાવડા તથા જનકભાઈ વિભાભાઈ ચાવડાના નામનો વર્ષ : ૨૦૧૯માં સવાલવાળો વેચાણ દસ્‍તાવેજ ઉભો કરેલ. આમ, જ્‍યારે બિનખેડવાણ જમીનના પ્‍લોટ્‍સના વેચાણ દસ્‍તાવેજો થઈ ગયેલ હોય તેમજ તેવાં દસ્‍તાવેજોથી પ્‍લોટ્‍સના માલિકોને કાયદેસરના માલિકી હક્ક-અધિકારો પ્રાપ્ત થઈ ગયેલ હોય ત્‍યારબાદ પરિસ્‍થિતીનો ગેરલાભ લઈ અને કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ધ જઈ ઉભા કરેલ ઉપરોક્‍ત દસ્‍તાવેજોથી કોઈ રાઈટ-ટાઈટલ-ઈન્‍ટરેસ્‍ટ

 પ્રાપ્ત થતાં નથી. જે તમામ હકિકતો તરઘડી ગ્રામ પંચાયતના દાખલા બાદ પ્‍લોટ હોલ્‍ડર્સને જાણ થતાં ઉપરોક્‍ત હકિકતો સાથે પ્‍લોટ હોલ્‍ડર્સ દ્વારા નામદાર પડધરીની કોર્ટમાં સવાલવાળા વેચાણ દસ્‍તાવેજો રદ કરવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઈહુકમ મળવા અંગેના અલગ-અલગ દાવાઓ દાખલ કરી આંક-૫થી કામચલાઉ મનાઈહુકમની અરજી લાવેલ.

જે દાવાઓમાં સમન્‍સ-નોટીસની બજવણી થતાં પ્રતિવાદી દ્વારા વાદીના દાવાઓ રદ કરવા સિવિલ પ્રોસીઝર કોડના ઓર્ડર-૭ રૂલ-૧૧ હેઠળ દાવા રદ કરવા અરજી આપેલ. જે પ્રતિવાદીની અરજી નામદાર નીચેની અદાલતે મંજૂર કરતાં મૂળ દાવાના વાદીઓ વતી એડવોકેટ શ્રી મેહુલ વિ. મહેતા દ્વારા રાજકોટના મહે. ડિસ્‍ટ્રીક્‍ટ જજ સાહેબની કોર્ટમાં રે.દિ.અપીલ નં.: ૧૯/૨૦૨૪, નં.: ૨૦/૨૦૨૪, નં.: ૨૧/૨૦૨૪, નં. : ૨૨/૨૦૨૪ અને નં. : ૨૩/૨૦૨૪ થી અપીલ દાખલ કરી નામદાર નીચેની અદાલતનો હુકમ પડકારેલ.

નામદાર ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ દ્વારા અપીલની સુનવણી કરી એપેલન્‍ટ અને રીસ્‍પોન્‍ડન્‍ટને તમામ રજૂઆતો તેમજ નામદાર વડી અદાલતના ચુકાદાઓ તથા સી.પી.સી.ઓ.-૭, રૂલ-૧૧ના પ્રસ્‍થાપિત સિદ્ધાંતો ધ્‍યાને લઈ એપેલન્‍ટની ઉપરોક્‍ત અપીલો મંજૂર કરી નામદાર પડધરીની સિવિલ કોર્ટમાં દાખલ કરાયેલ દાવા આગળ ચલાવવા માટેનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોક્‍ત અપીલના કામે એપેલન્‍ટ વતી એડવોકેટ તરીકે શ્રી મેહુલ વિ. મહેતા તથા એડવોકેટ ભૌતિક બી. કાલરીયા રોકાયેલ.

(1:56 PM IST)