<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામમાં રહેણાંક મકાનમાંથી ઉગાભાઇ ખુમાણ નો મૃતદેહ મળ્યો : શરીર ઉપર ઇજાના નિશાન

મૃતદેહમાં ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર ઈજાઓના નિશાન જોવા મળતા શંકાસ્પદ બનાવ અંગે પોલીસ તપાસનો ધમધમાટ

( અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા.૨૮ :  અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામમાં રહેણાંક મકાનમાં લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે.

              પ્રાપ્ત માહિતી મુજબ મોટા કણકોટ ગામે રહેતા

 ઉગાભાઇ વીરાભાઇ ખુમાણના મૃતદેહમાં ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર ગંભીર ઈજાઓના નિશાન મળ્યા છે.લીલીયા પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

      લાશ શંકાસ્પદ હોવાને કારણે પેનલ પીએમ કરવામાં આવશે.પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(1:10 PM IST)