<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

લોધીકાના વિરવામાં મામલતદાર નું ઓપરેશન

૧૩ કારખાના તોડી પાડયા : ૫ કરોડની જમીન ખુલ્લી સર્વે નં. ૭૧ની ૪ હજાર ચો.મી. જમીન ઉપર આડેધડ કારખાના ખડકાઇ ગયા હતા

રાજકોટ તા. ૨૮ : જિલ્લા કલેકટરની સૂચના બાદ ગઇકાલે બપોર પછી લોધિકા તાલુકાના વીરવા ગામે  મામલતદાર અને તેમની ટીમે અંદાજે રૂપિયા ૫ કરોડની સરકારી જમીન પરથી દબાણ દૂર કરાવ્‍યું હતું. લોધિકા તાલુકાના વિરવા ગામના વિરવાથી પાળ જવાના રસ્‍તે સરકારી ખરાબાની જમીન રેવન્‍યુ સ.નં. ૭૧ની જમીન આશરે ૪૦૦૦ ચો.મી. માં જુદી-જુદી કુલ - ૧૩ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા અનઅધિકૃત દબાણ કરાયું હતું. જેથી લોધિકા મામલતદારશ્રી રાજેશ ભાડ દ્વારા નોટીસ બજવણી કરી સરકારી જમીન પરનો અનઅધિકૃત કબ્‍જો દિન-૫ માં ખુલ્લો કરવા જણાવ્‍યું હતું. જેથી વિરવા ગામે આશરે પ કરોડની કિંમતની આશરે ૪૦૦૦ ચો.મી. જેટલી સરકારી જમીન સ.નં. ૭૧ પરનું દબાણ તા.૨૭ સપ્‍ટેમ્‍બરના રોજ મામલતદાર લોધીકા અને ટીમ દ્વારા દુર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.

(3:05 PM IST)