News of Saturday, 28th September 2024
રાજકોટ-કાલાવડ રૂટની કમાણી કરતી વરૂડીમાતા ધુળીયા દોમડા રૂટ બંધ કરતા હેરાનગતિ
નિવૃત્ત એસ.ટી. કર્મચારી-રાજકોટ જિલ્લા બેન્કના ડિરેકટર વિરભદ્રસિંહ જાડેજાની રજૂઆત

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ર૮ : રાજકોટ કાલાવડ રૂટની કમાણી કરતી રાજકોટ વરૂડીમાતા તેમજ ધુ ળીયા દોમડા એસટી બસ બંધ થતા હેરાનગતિ થઇ છે. રાજકોટ એસટી તંત્ર ને સ્ટાફ અછતનું ગ્રહણ લાગ્યું છે.
નિવળત્ત એસટી કર્મચારી રાજકોટ જીલ્લા બેંકના ડિરેક્ટર વિરભદ્રસિહ જાડેજાએ ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરી છે.
રાજકોટ કાલાવડ રૂટની વરૂડીમાતા તેમજ ધુળીયા દોમડા એસટી બસ જે એસટી તંત્ર ને કમાણી કરતો રૂટ છે તેમજ સવારના વિધાર્થીઓ તેમજ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રોજગારી માટે આવતા લોકો માટે ખુબ જ ઉપયોગી છે
તેમજ વરૂડીમાતા થી સાંજે ચાર વાગ્યે રાજકોટ જતી એસટી બસ માં મેટોડા સબ પોસ્ટ ઓફિસમા બુકિંગ થયેલ સ્પીડ પોસ્ટ રજીસ્ટર પાર્સલ તેમજ ટપાલ રાજકોટ મોકલવા માટે નો એસટી બસ રૂટ હોય તે ન આવતા મુશ્કેલી વેઠવી પડે છે આ બંને રૂટની એસટી બસો દિવસ દરમિયાન ત્રણ થી ચાર ફેરા કરી કમાણી કરતો એસટી બસ રૂટ છે તે બંધ રાખી તંત્ર શું સાબિત કરવા માગે છે તેવો સવાલ લોકો માં ઉઠી રહેલ છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
