<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

જસદણ નજીકનો ઘેલો સોમનાથ ડેમ ઓવરફલો ૧ ફુટ નવુ પાણી આવ્‍યું: અન્‍ય ૧ર ડેમમાં પણ નવા પાણી ઠલવાયાઃ મચ્‍છુ-૧ ફરી ઓવરફલો

જસદણ નજીકનો ઘેલો સોમનાથ ડેમ ઓવરફલો ૧ ફુટ નવુ પાણી આવ્‍યું: અન્‍ય ૧ર ડેમમાં પણ નવા પાણી ઠલવાયાઃ મચ્‍છુ-૧ ફરી ઓવરફલોવિદાય લઇ રહેલા મેઘરાજાએ બે દિવસથી ફરી સટાસટી બોલાવતા અનેક ડેમો છલકાઇ રહ્યા છે, જસદણ નજીકના ઘેલા સોમનાથ ડેમમાં ધોધમાર ૧ ફુટ નવુ પાણી આવતા ડેમ જીવંત સપાટી રપ.૮૦ સાથે ઓવરફલો થયો છે, આ ઉપરાંત અન્‍ય ૧ર ડેમમાં નવા પાણી ઠલવાયા છે. મોરબીનો મચ્‍છુ-૧ ડેમ ફરી ઓવરફલો થયો છેઃ ગોંડલીમાં ૦.૩૩ ફુટ, વાછપરી ૦.૧૦, બ્રાહ્મણી ૦.૪૩, બ્રાહ્મણી-ર ૦.૪૯, વઢવાણ ભોગાવો-૧ ફુટ, વઢવાણ ભોગાવો-ર, ૦.૪૯, લીંબડી ભોગાવો ૦.૪૯, મોરસલ-૦.૩૩ તથા નિભંણી ડેમમાં પોણો ફુટ નવો પાણીની આવક થઇ છે

(11:54 AM IST)