<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

રાત્રીના ભાણવડ-૪, લાલપુરમાં ૩ ઇંચ વરસાદ વરસ્‍યો

સતત ચોથા દિવસે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મેઘાવી માહોલ યથાવત : ક્‍યાંક ભારે તો ક્‍યાંક હળવો વરસાદ

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં ઉપલેટા, ત્રીજી તસ્‍વીરમાં સુરેન્‍દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટીમાં વરસેલ વરસાદ નજરે પડે છે.

રાજકોટ તા. ૨૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મેઘાવી માહોલ સાથે હળવો ભારે વરસાદ પડી રહ્યો છે. રાત્રીના દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં ૪ ઇંચ, જામનગરનાં લાલપુરમાં ૩ ઇંચ વરસાદ પડયો છે.

ક્‍યાંક ભારે તો ક્‍યાંક હળવો વરસાદ વરસી જાય છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઇકાલે સવારે ૬ વાગ્‍યાથી આજ સવારના ૬ વાગ્‍યા સુધી ૨૪ કલાકમાં ૨ થી ૬ાા ઇંચ વરસાદ નોંધાયો છે. આ લખાય છે ત્‍યારે પણ જીલ્લામાં ધીમીધારે મેઘરાજા વરસી રહ્યા છે.

માણાવદર ૪ ઇંચ, વંથલી ૩ ઇંચ, જુનાગઢ ૫ ઇંચ, ભેસાણ ૨ ઇંચ, વિસાવદર ૩ાા ઇંચ, મેંદરડા ૩ ઇંચ, કેશોદ ૨ ઇંચ, માંગરોળ ૪ ઇંચ, માળીયાહાટીના ૨ ઇંચ, ગિરનાર પર્વત ઉપર ૬ાા ઇંચ વરસાદ પડયો છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલમાં ગતરાતથી વરસાદી ઝાપટા વહેલી સવાર સુધી વરસ્‍યા બાદ દિવસ દરમિયાન વરસાદ વરસતો રહ્યો હોય અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સતત બે દિવસથી વરસાદ વરસતો હોય શહેર નાં બન્ને અંડરબ્રિજ, કોલેજચોક સહીત પાણી ભરાયા હતા.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા : ઉપલેટા : ચાલુ વર્ષે દરમ્‍યાન ચોમાસાની સીઝન પુરી થવાને આરે છે. ત્‍યારે ગત વર્ષ કરતા આ વખતે બ્રાહય ગરમીનું પ્રમાણ હોવાથી છેક ભાદરવા માસ સુધી વરસાદી માહોલ જોવા મળી રહયો છે. ઉપરોક્‍ત બાબતે ભાદરવા માસ દરમ્‍યાન સંજોગે જ વરસાદ અનુભવાતો હોય છે. પણ ચાલુ સાલ (માસ) દરમ્‍યાન છેલ્લા ૧૫ દિવસ થી કયારેક હળવો તો કયારેક અતિરેક થઈ આજે બપોરના ૩.૪૫ વાગ્‍યાથી ઉપલેટા શહેરમાં ભારે ગાજવિજ અને સીઝની કરંટ હોય તે રીતે વરસાદ શરૂ થયેલ હતો. જોતજોતામાં ૩ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. અન્‍ય તાલુકાના ગામડાઓમાં પણ આજ રીતે વરસાદ શરૂ થયેલ હતો. જેમાં સમઢીયાળા, લાઠ, ભીમોરા, મજેઠી, કુંઢેચ, હડમતીયા, નાગલખડા, હાડફોડી, (પાટણવાવમાં ૪ ઈંચ ઉપર) તથા ધોરાજી તાલુકામાં પણ હળવો વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે.

જયારે આ તકે ઉપલેટા તંત્ર શ્રી મામલતદારનો સંપર્ક કરતા નોંધાયેલ આંકડાઓની વિગત અનુસાર બપોર દરમ્‍યાન ૩૭ મી.મી (દોઢ ઈંચ) વરસાદ તેમજ મોસમનો કુલ વરસાદ ૧૧૮૭ મી.મી. સાથ ૪૭ ઈંચ જેવો નોંધવામાં આવેલ છે.

ગિરનાર પર્વત  ૧૬૧ મી.મી.

માણાવદર      ૧૦૬  ,,

વંથલી          ૭૮    ,,

જુનાગઢ        ૧૨૨  ,,

ભેંસાણ          ૫૦    ,,

વિસાવદર       ૭૯    ,,

મેંદરડા          ૬૮    ,,

કેશોદ           ૪૪    ,,

માંગરોળ        ૧૦૦  ,,

માળીયાહાટીના  ૪૬    ,,

દેવભૂમિ દ્વારકા

દ્વારકા           ૨   મી.મી.

ખંભાળીયા       ૩૧    ,,

કલ્‍યાણપુર      ૩      ,,

ભાણવડ         ૯૬    ,,

જામનગર

જામનગર       ૪૧    ,,

જોડીયા         ૨૨    ,,

ધ્રોલ            ૨૪    ,,

કાલાવડ         ૩૩    ,,

લાલપુર         ૭૪    ,,

જોમજોધપુર    ૩૨    ,,

અમરેલી

કુંકાવાવ-વડિયા ૬૦ મી.મી.

બાબરા          ૪૩    ,,

લીલીયા         ૩      ,,

અમરેલી        ૧૨    ,,

બગસરા         ૮      ,,

ધારી            ૩      ,,

જાફરાબાદ      ૯      ,,

રાજુલા          ૨૪    ,,

 

(11:51 AM IST)