તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
પોરબંદર તળવદ બરડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ નવરાત્રીનું પ્રાચીન ગરબીમાં અનેરૂ સ્થાન

પોરબંદર, તા., ૨૮: તળપદ બરડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ (નાની નાત) નવરાત્રી મહોત્સવ સંચાલીત નવરાત્રી મહોત્સવ-ર૦ર૪નું સ્વસાતિ ભવન, ર-કોળીવાડ ખાતે ઓકટોબરની તા.૩ જી થી તા. ૧ર મી સુધી કરેલ છે.
પ્રાચીન ગરબીમાં અનેરૂ સ્થાન ધરાવતી સતત પ૩ વર્ષથી માં જગદંબાના ચરણાવિંદમાં તથા સંત શ્રી ત્રિકમાર્ચાબાપુને અખંડ દીપ પ્રજવલીત કરી શ્રી પ્રેમેશ્વર મહાદેવના સાનિધ્યમાં બરડાઇ બ્રાહ્મણ જ્ઞાતિની પ વર્ષથી ૧પ વર્ષની બાળાઓને તાલમય સંગીતથી રાસ-ગરબા ગાઇ માતાજીની આરાધના કરતી નિહાળવા તથા માતાજીના દર્શન કરવા પ્રમુખ શ્રી દિનેશભાઇ થાનકી તથા મંત્રી ધવલભાઇ જોષીની યાદીમાં જણાવાયું છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
