<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

પોરબંદરઃ દારૂ ભરેલા ટ્રકના ગુન્‍હામાં ફરાર ૩ આરોપીઓ ઝડપાયાઃ પ દિવસની રીમાન્‍ડ

એલસીબીએ મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતા આરોપીઓ એક મહિના બાદ વલસાડમાંથી મળી આવ્‍યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ :.. એક મહિના પહેલા કુતીયાણા હાઇવે ઉપર મળી આવેલ ૩૩૦ પેટી ઇંગ્‍લીશ દારૂ ભરેલા ટ્રકના નાસી ગયેલા ત્રણેય આરોપીઓને પોરબંદર એલસીબીએ મોબાઇલ લોકેશનના આધારે વલસાડથી પકડીને કોર્ટમાં રીમાન્‍ડની માગણી સાથે રજૂ કરતા ત્રણેય આરોપીઓનો તા. ૩૦ મી સુધીના રીમાન્‍ડ મંજૂર કરવામાં આવ્‍યા છે.

એક મહીના પહેલા કુતીયાણા ચૌટા ચેક પોસ્‍ટ ખાતે એક મહિના અગાઉ કુતીયાણા પો.સ્‍ટે. દ્વારા પકડવામાં આવેલ ૩૩૦ પેટી ઇગ્‍લીશ દારૂ ભરેલ ટ્રક ડ્રાઇવર સાથે પકડી પાડવામાં આવેલ જે બાબતે કુતીયાણા પો. સ્‍ટે. પ્રોહી. એકટ કલમ ૬પઇ, ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(ર) મુજબનો ગુન્‍હો દાખલ કરવામાં આવેલ. ગુનાને ગંભીરતા ધ્‍યાને લઇ સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્‍વરે શોધી કાઢી ગુનાના મુળ સુધી પહોંચવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ.

ગુનાની ગંભીરતા ધ્‍યાને લઇ પોલીસ અધિક્ષક દ્વારા ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવેલ ગુનામાં પકડાયેલ ટ્રક ડ્રાઇવરની વધુ પુછપરછ કરતા ગુજરાતમાં પ્રથમ વખત આવેલ હોય પરંતુ એફઆઇઆર માં જણાવેલ મોબાઇલ નંબરનો વપરાશ કરતા રસ્‍તાનું માર્ગદશન ફોનથી આપતો હોવાની હકિકત જણાવતા જી.પી.એસ. સિસ્‍ટમ લગાડેલની શંકા જતાં ટ્રકનું સ્‍ક્રેનીંગ કરાવતા જીપીએસ ડીવાઇસ મળી આવેલ તેમજ ભરૂડી, પીઠડીયા, ઉપલેટા, ટોલપ્‍લાઝાની ડીટેઇલ મંગાવી ગુન્‍હામાં સંડોવાયેલ ટ્રકની આગળ-પાછળ, મુવમેન્‍ટ કરતી ગાડીઓની માહિતી આધારે ટેકનીકલ તથા હ્યુમન સોર્સની મદદથી ગુન્‍હામાં સંડોવાયેલ ટ્રકનું પાઇલોટીંગ ફોર વ્‍હીલ કરા નં. જીજે-૧પ-સીપી-રર૭૭ ની કરતી હોવાનું જણાઇ આવેલ.

કારના માલીક નીમેષ ઉમેશભાઇ પટેલના સરનામે વલસાડ કિલ્લા પારડી ખાતે એલસીબી ટીમ મોકલી તપાસ કરાવતા ફોર વ્‍હીલ માલીકના પિતા ઉમેશભાઇ બાબુભાઇ પટેલ રહે. કોળીવાડ, તા. પારડી, જી. વલસાડ વાળાએ ગુન્‍હામાં સંડોવાયેલ ટ્રકમાં દારૂ ભરેલ હતી. તેજસ અર્જુનભાઇ હડપતી તથા આકાશ દિનેશભાઇ પટેલને પોતાની ફોર વ્‍હીલ કાર નં. જીજે-૧પ-સીપી રર૭૭ માં દારૂ ભરેલ ટ્રકનું પાઇલોટીંગ કરવા મોકલી ગુન્‍હામાં એકબીજાની મદદગારી કરેલાનું જણાઇ આવતા ટીમે ત્રણેય આરોપીઓને વધુ પુછપરછ અર્થે એલસીબી કચેરી ખાતે લઇ આવતા આરોપીઓને અટક કરી દિન-પ ના રીમાન્‍ડ સાથે કોર્ટમાં રજૂ કરતા નામ કોર્ટ દ્વારા તા. ૩૦ સુધીના પોલીસ. કસ્‍ટડી રીમાન્‍ડ મંજૂર કરતા દારૂ કોને આપવાનો તે દિશામાં આરોપીઓની ઉંડાણપૂર્વક પુછપરછ શરૂ કરાઇ છે.

આ કામગીરીમં એલસીબી, આઇ.સી., પી. આઇ. આર. કે. કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝૂડા, રાજેન્‍દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર તથા એચસી ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મકકા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઇ ઝાલા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા ડબલ્‍યુએચસી નાથીબેન કુછડીયા તથા પી. સી. નટવરભાઇ ઓડેદરા, વિરેન્‍દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. પી. સી. રોહીતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતાં.

(11:48 AM IST)