News of Saturday, 28th September 2024
આદિત્યાણામાં વીજ સ્ટાફની બેદરકારીથી લોકો આખી રાત્રી બફારામાં હેરાન
સાથે મચ્છરોનો ત્રાસઃ સવાર સુધી ફોલ્ટ શોધી ન શકયા

(પ્રકાશ પંડિત દ્વારા) આદિત્યાણા તા. ૨૮ : પી.જી.વી.સી.એલ રાણાવાવ ના સ્ટાફની બેદરકારીથી આદિત્યાણા જેવા ૧૫, ૦૦૦ ની વસ્તી ધરાવતા ગામના લોકોને આખી રાત લાઇટ વગર ગરમી અને મચ્છરોના ત્રાસને કારણે હેરાન થયા હતા. આ સ્ટાફને સવાર સુધી ફોલ્ટ મળ્યો હતો.
ઘણા સમયથી આદિત્યાણા ગામમાં લાઇટ દિવસમાં ઘણી વખત જતી રહે છે. અને કલાકો બંધ રહે છે રાણાવાવ ખાતે ફોન નંબર ઉપર ફોન કરવામાં આવે તો સતત વ્યસ્ત મળે છે. અને ફોન ઉપાડેતો સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી તેવી ફરિયાદો છે.
ચોમાસા પહેલા જી.ઇ.બી. દ્વારા મેન્ટેનન્સના બહાના હેઠળ ઘણા દિવસ લાઇટ બંધ રાખી મેન્ટેનન્સ કરવામાં આવે છે. છતા પણ વરસાદનો છાંટો પડતાજ લાઇટ ગુલ થઇ જાય છે. મેન્ટેનન્સમાત્ર કાગળ ઉપર કરવામાં આવતુ હોવાનું જાણકારો કહી રહેલ છે. અને જી.ઇ.બી.ના લાખો રૂપિયા પાણીમાં જાય છે.
રાત્રે ૯/૦૦ કલાકે બંધ થયેલ લાઇટ હજુ સવારે ૯/૦૦ સુધી ચાલુ થઇ શકેલ નહોતી આખી રાત નાના બાળકો ગરમીઅને મચ્છરોના ત્રાસથી રડી રડી ને અડધા થઇ ગયેલ છે. કેટલાક વીજ કર્મચારીઓ તો થાંભલે પણચડી શકતા નથી આવા લોકોની ફીટનેસ ટેસ્ટ પણ કરવા જોઇએ તેવી માગણી થઇ રહી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
