News of Saturday, 28th September 2024
કચ્છ જીલ્લા કોંગ્રેસ દ્વારા દાહોદમાં બાળકી ઉપર આરએસએસનાં પ્રચારક અને આચાર્ય દ્વારા બળાત્કારના મુદ્ ભુજમાં કેન્ડલ માર્ચ યોજાઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૮ :.. ભાજપ સરકાર માટે લાંછનરૂપ ઘટના બની છે. દાહોદમાં આરએસએસનાં પ્રચારક અને આચાર્ય દ્વારા ૬ વર્ષની બાળકી પર બળાત્કાર તથા અત્યાચાર કરવામાં આવેલ જે ઘટનાનાં ઉગ્ર પ્રત્યાઘાતનાં ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલના આદેશાનુસાર કચ્છ જીલ્લાનાં મુખ્ય મથકો ભુજ તથા ગાંધીધામ મધ્યે કેન્ડલ માર્ચ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો-આમ પ્રજાજનો જોડાયા હતાં.
આ પ્રસંગે ભાજપ સરકારમાં બનતા આવા ઘૃણાસ્પદ બનાવો અને આરએસએસનાં પ્રચારક અને આચાર્ય દ્વારા આચરાયેલ કૃત્યને વખોડતા ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, રામદેવસિંહ જાડેજા તથા નિતેશ લાલણે જણાવ્યું હતું કે ખરેખર કલકતાનાં રેપનો બનાવ પણ નીંદનીય છે. પરંતુ ભાજપની નેતાગીરીએ આ બનાવમાં રાજનીતિ કરી પヘીમ બંગાળનાં મુખ્યમંત્રીનું રાજીનામુ માંગી અને પ્રજાને સતત બાનમાં રાખી કાયદો વ્યવસ્થા ખોરવેલ.
જયારે ગુજરાતનાં દાહોદનાં બનાવમાં ભાજપનાં નેતાઓ કેમ ચૂપ છે...?? મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને મહિલા બાળવિકાસ મંત્રી કયારે રાજીનામું આપશે ?? આના પરથી સાબીત થાય છે કે ભાજપ - આરએસએસનાં આરોપી હોવાથી ડરી ગઇ છે. જેનાથી ભાજપનો ગુજરાતથી માંડીને કેન્દ્રીય નેતાઓનાં મોઢા સિવાઇ ગયા છે.
જેથી ભાજપ સરકાર તથા આરએસએસ નો ચહેરો બેનકાબ થઇ ગયેલ છે. આવા અત્યાચારોને પ્રજા કયારેય સાંખી નહી લે આગામી દિવસોમાં પ્રજા હિસાબ ચૂકતે કરશે એવુ રોષ પૂર્વક જણાવ્યું હતું.
કેન્ડલ માર્ચમાં મીણબતી પ્રગટાવી પિડીતાનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરાઇ હતી. જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનાં નેતૃત્વ તળે ગાંધીધામ ઝંડાચોક ખાતે પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
આ કાર્યક્રમમાં કિશોરદાન ગઢવી, રામદેવસિંહ જાડેજા, લાખાજી સોઢા, નિતેશ લાલણ, ધીરજ ગરવા, પી. સી. ગઢવી, ગની કુંભાર, આઇસુબેન સમા, વીરમભાઇ ગઢવી (ભુજપુર) પુષ્પાબેન સોલંકી, અશરફ સૈયદ, હેમાંગ જોષી, ઇલીયાશ ઘાંચી, અંજલી ગોર, મુસ્તાક હિંગોરજા, સામરા ધનરાજ ગઢવી, ડો. રમેશ ગરવા, એચ. એસ. આહીર, હાસમ સમા, ફકીરમામદ કુંભાર, જયંતી પારેખ, જેબુનીશા ખત્રી, દશરથસિંહ જાડેજા, સતાર મોખા, વિશાલ ગઢવી, સેહજાદ સમા, અકીલ મેમણ, અલીમામદ સમા, રજાકભાઇ ચાકી, નિલેશ માહેશ્વરી વિ. આગેવાનોએ સંવેદના વ્યકત કરી કેન્ડલ માર્ચમાં જોડાયા હતાં. એવું જીલ્લા પ્રવકતા દ્વારા જણાવાયું છે.
ઉપરાંત ગાંધીધામ મઘેનાં કાર્યક્રમમાં જીલ્લા પ્રમુખ યજૂવેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ સોલંકી, ભરતભાઇ ગુપ્તા, દેવેન્દ્રસિંહ ઝાલા, સંજય ગાંધી, ચેતન જોષી, બળદેવસિંહ ઝાલા, રાધા સીંગ ચૌધરી, લતીફ ખલીફા, રાધાસીંગ ચૌધરી, બેલાબેન જોષી, કોકીલા ધેડા, ઉમા સૈની, જાુમાબેન મહેશ્વરી, કાસમ ત્રાથા, સિકંદર પઠાણ, શબીર કુરેશી, પરબત ખટ્ટાણા, સમીપ જોષી, હાજી ગની માંજોઠી, નવીન અબચૂંગ, ધનજી મહેશ્વરી, શીવરાજ ગઢવી, વિ. આગેવાનો હાજર રહ્યા હતાં.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
