News of Saturday, 28th September 2024
મોન્સૂન વિડ્રો થવામાં વિલંબ થશે તે ધારણા સાચી ઠરી
આઇએમડીના મોન્સૂન વિડ્રોના માપદંડોમાં હવે થોડો ફેરફાર અનિવાર્ય બન્યો છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૮ :.. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગત તા. ર૩-૯ થી તેના નકકી કરેલા માપદંડોના આધારે રાજસ્થાન અને ગુજરાતના અમૂક હિસ્સા પર મોન્સૂન વિડ્રો અર્થાત નૈઋત્યના ચોમાસાની વિદાય થયા ની રેખા દોરી હતી. જે પછીના દિવસોમાં વધારીને રાજયના કચ્છને આવરી લઇ જુનાગઢ થી પસાર થતી હતી. પણ હાલ વરસી રહેલી નવી સિસ્ટમનો વરસાદ આઇ એમડી દ્વારા દોરાયેલ વિડ્રો લાઇન ને પાર કરી રાજસ્થાનના વિસ્તારો ઉપરાંત જુનાગઢમાં ધોધમાર વરસ્યો.
આ વેળા મોન્સૂન વિડ્રોમાં વિલંબ થશે તે અંગે એક થી વધુ વખત આ માધ્યમ દ્વારા જ અગાઉ સુચવાયુ હતું જે ધારણા હવે સાચી ઠરી છે. આઇ એમડી દેશના ખાસ કરી ખેડૂત વર્ગને ધ્યાને લઇ ફોરકાસ્ટ રજૂ કરે છે. જો આઇ એમડી કહે છે કે સૌરાષ્ટ્રમાં જુનાગઢથી ચોમાસુ વિદાય હવે લઇ ચૂકયું છે તો આ ફોરકાસ્ટ ને માન્ય રાખી ખેડૂતો એ મુજબ તેની ખેતી ધાન્યુનું ધ્યાન રાખશે કે, હવે તો હવામાન ખાતુ જ કહે છે કે, ચોમાસુ વિદાય લઇ ચૂકયું છે તો હવે ભારે વરસાદ નહીં વરસે. જો કે આઇએમડી હાલના માહોલે ફરી ગુજરાત માટે રેડ તથા ઓરેન્જ એલર્ટ જાહેર કરે છે તો મોન્સૂન વિડ્રો જાહેર કરવામાં ઉતાવળ કરાઇ તેનું શું ? આઇએમડી દ્વારા લોકોમાં વિશ્વાસનીયતા જાળવવા વિડ્રો મુદ્્ે તેણે નકકી કરેલા ત્રણ થી ચાર માપદંડો ને હાલની કલાઇમેટ ચેન્જ અવસ્થા પડકાર કરે છે તે પણ ધ્યાને લેવું અનિવાર્ય બને છે.
સૂર્ય ભ્રમણની વાર્ષિક ગતિ મુજબ હવે દિવસ ટૂંકો અને રાત્રી લાંબી થતી જઇ રહી છે. રાજસ્થાન આસપાસ એન્ટી સાયકલોન કે જે ચોમાસાને વિદાય તરફ ધકેલે છે અને તેની અસરે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો જે અનુભવ થવો જોઇએ તે રાત્રીનું તાપમાન શિયાળુ નથી બન્યું. આ ઉંચા તાપમાનની અસરે જ ચોમાસાની વિદાયની તારીખ સામાન્ય રીતે ૧૭ સપ્ટેમ્બર આસપાસ શરૂ થતી હોય છે તેને બદલે ર૩ સપ્ટેમ્બરે ઓણ સાલ શરૂ થઇ છે.
ઓણસાલ સાઉથ-વેસ્ટ મોન્સૂન ને અન્ય પરીબળો પણ પ્રભાવિત કરી રહ્યા છે તે પરીબળોની ગંભીરતાથી નોંધ લેવી આઇએમડી માટે હવે અનિવાર્ય બને છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
