<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

આટકોટના કેરાળાનાં વોંકળામાં આદીવાસી ફસાઇ જતાં રેસ્‍કયું

આટકોટઃ આટકોટમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડયો હતો જેને લઇને ખેતરોમાંથી પાણી વહી નીકળ્‍યા હતા જેને લઇને વાડીનાં માર્ગો નદી જેમ વહેવા લાગ્‍યા હતાં ત્‍યારે કેરાળાનાં માર્ગ પર આદીવાસી વાડીમાં જતો હોય ત્‍યારે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. જેને લઇ આ આદિવાસી આ પાણીમાં ફસાઈ ગયો હતો ટુવીલ સાથે ફસાયો હતો જેની ગાડી તણાવા લાગી હતી જેને સ્‍થાનિક લોકો દર્શક જેટલા લોકોએ બચાવવા માટે દોરડાથી રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું અને આદિવાસી તેમજ ગાડીને બચાવી લેવામાં આવ્‍યો હતો જેથી મોટી ધટના બનતાં અટકી હતી. (તસ્‍વીરઃ કરશન બામટા)

(2:50 PM IST)