તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
૧ ઓક્ટોબરે પૂ. મહંત સ્વામીનું જુનાગઢમાં આગમન
૧ થી ૧૩ ઓક્ટોબર નવરાત્રીના પાવન પર્વમાં હરિભક્તોને દર્શન - આર્શિવચનનો લાભ આપશે : બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સંતો-ભક્તો દ્વારા તડામાર તૈયારી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૪ : બી.એ.પી.એસ સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂ. મહંત સ્વામી મહારાજનું તા. ૧ ઓક્ટોબરે જૂનાગઢનાં આંગણે પાવનકારી આગમન થશે.
સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત એવા બી.એ.પી.એસ સંસ્થાના વર્તમાન વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં પદ પંકજે પુનિત થયેલ જૂનાગઢની ધરા પર લાંબા સમય બાદ ખાસ પધારી રહ્યા છે. તા. ૧ થી ૧૩ ઓક્ટોબર નવરાત્રીના પાવન પર્વ દરમિયાન તેમનાં પાવનકારી પગલાં જૂનાગઢમાં પડી રહ્યાં છે, ત્યારે જૂનાગઢ શહેર સહીત સમગ્ર સો૨ઠ પ્રદેશના હરિભક્તો તેમને વધાવવા ભારે ઉત્સુક અને આનંદિત છે.જૂનાગઢનાં અક્ષરવાડીમાં આવેલ બી.એ.પી.એસ. સ્વામિના૨ાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજનાં તા. ૧ને મંગળવારે સાંજે આવકા૨- વધામણાં થશે. મહંત સ્વામી મહારાજનાં રોકાણ દરમિયાન તેઓનાં દિવ્ય સાંનિધ્યમાં સાંજે ૫ થી ૮ દ૨મ્યાન સ્વાગત દિન, વિદ્યામંદિર દિન, સાંસ્કૃતિક દિન, બાળ-યુવા દિન અંતર્ગત વિવિધ કાર્યક્રમો માર્કી વડે બંધાયેલા ભવ્ય સભા મંડપમાં થશે. આ દરમ્યાન મહિલા સંમેલનનું પણ આયોજન ક૨વમાં આવના૨ છે. આ દિવસો દરમ્યાન સવારે બ્રહ્મમુહૂર્તમાં ૫.૪૫ વાગ્યે પ૨મ પૂજય મહંત સ્વામી મહારાજનાં પૂજા દર્શનનો પણ પવિત્ર લાભ પ્રાપ્ત થનાર છે.હાલ મહંત સ્વામી મહારાજનનાં આગમનને લઈને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો-ભક્તો, યુવકો, છાત્રો મંદિર પરીસર અને વિદ્યામંદિર પરીસ૨ને સ્વચ્છ કરી સજાવી- ધજાવીને એક નવો ઉઠાવ આપી રહ્યા છે. ૫૨મ સાધુતા અને દિવ્યતાની મૂર્તિ સમાન પરમ પૂજય મહંત સ્વામી મહારાજનાં દર્શનાર્થે તથા સત્સંગનો લાભ પ્રાપ્ત ક૨વા સોરઠના સહુ ભાવિકજનોને પધા૨વા મંદિરના કોઠારીશ્રી સાધુ ધર્મવિનયદાસજીએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
