<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

પાટડીના વડગામ પાસે જુગારધામ ઝડપાયું

વઢવાણ, તા. ર૩ : ગાંધીનગર સ્‍ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ બી.એન.ગોહિલ સહિતનો પોલીસ સ્‍ટાફ દસાડા પોલીસ મથક વિસ્‍તારમા પેટ્રોલિંગમા હતો, ત્‍યારે બાતમી મળી હતી કે, દસાડાથી શંખેશ્વર તરફ જતા વડગામ તરફ કાચા રસ્‍તે ખુલ્લી જગ્‍યાએ મોટા પાયે જુગારધામ ધમધમી રહ્યું છે, જેના આધારે અચાનક દરોડો પાડી ૧૦ જુગારીઓ રૂ. ૪.૭૯ લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા. જ્‍યારે બે આરોપીઓ ફરાર થયા હતા.

ગાંધીનગર સ્‍ટેટ મોનીટરીંગ સેલે આ દરોડામાં રાજદીપસિંહ ભાથીજી ઝાલા (જુગાર ચલાવનારો મુખ્‍ય આરોપી) રહે-ઝીંઝુવાડા, રવિ મહેન્‍દ્રકુમાર ગજ્જર (ઘાટલોડિયા, અમદાવાદ), જેઠાભાઇ જુહાભાઈ રાઠોડ (વડગામ), જીગરસિંહ ઉર્ફે જીગો વનરાજસિંહ ઝાલા (ઝીંઝુવાડા), રસિક વિરમભાઇ રાઠોડ (વડગામ), વિશાલ ભરતભાઈ ઓડ (વડગામ), સંજય પ્રભુભાઈ ઓડ (વાલેવડા), વિનોદ ગગાભાઈ ઠાકોર (વડગામ) રસિક ગાંડાભાઈ ઠાકોર (વડગામ) અને મનુ બાબાભાઈ રાઠોડ (વડગામ)ને રોકડા રૂ. ૧,૪૧,૪૬૦, મોબાઈલ નંગ-૧૦ કિંમત રૂ. ૫૩,૦૦૦, વાહનો નંગ-૩ કિંમત રૂ. ૨,૮૫,૦૦૦ મળી કુલ રૂ. ૪,૭૯,૭૬૦નો મુદામાલ ઝબ્‍બે કરી દસાડા પોલીસ મથકે ગુન્‍હો દાખલ કરી ફરાર બે આરોપીઓને ઝબ્‍બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યાં છે.

(11:52 AM IST)