તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
પાટણવાવના મજેઠી ગામે ઝેરી જનાવર કરડી જતાં ૯ વર્ષની દેવાંશીનું મોત

રાજકોટ તા. ૨૩: ઝેરી જનાવર કરડી જવાના બનાવમાં વધુ એક મૃત્યુ થયું છે. પાટણવાવના મજેઠી ગામે એક બાળકીને જનાવર કરડી જતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ જીવ બચ્યો નહોતો.
જાણવા મળ્યા મુજબ મજેઠી ગામે રહેતી દેવાંશી અશ્વિનભાઇ મેતા (ઉ.વ.૯)ને ઘરે હતી ત્યારે ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પરંતુ મૃત્યુ થતાં પાટણવાવ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણી એક ભાઇથી મોટી હતી અને ધોરણ-૪માં અભ્યાસ કરતી હતી. લાડકવાયી દિકરીના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
