તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
ગિરનાર પર્વત પર પ્રેમી યુગલનો આપઘાત
બંને વચ્ચે ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ થયો હતો

( વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૩ : ગિરનાર પર્વત પર પ્રેમી યુગલે આપઘાત કરી લેતા બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે જામનગર ખાતે મોકલી આપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોરખ ધુણા પાસે જંગલ વિસ્તારમાં અજાણ્યા સ્ત્રી પુરૂષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા ભવનાથ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. બંનેની લાશ નીચે ઉતારી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી હતી પરંતુ બંનેના મૃતદેહ અત્યંત કોહવાઈ ગયા હોવાથી જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.ᅠ
પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતક સુરતના ભાદાગામ ખોલવાડ આશીર્વાદ ગ્રીન પેલેસ સેલિગેંજ સોસાયટી પાસે રહેતા દીપકભાઈ વશરામભાઈ વેકરીયા ઉ. વ. ૩૩ અને ચૈતાલીબેન હિતેશભાઈ લાખણકીયા ઉ. વ. ૨૭ હોવાનું ખુલ્યું હતું.
બંને મૃતક એક જ વિસ્તારના હોય જેથી બંને વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ થયો હતો. મરનારી યુવતી પરિણીત હોવાનું અને તેને બે દીકરી છે. જયારે યુવાનએ થોડા સમય પહેલા તેની પત્નીથી છૂટાછેડા લીધા હતા.
આ અંગેની જાણ થતા મૃતક યુવતીના પતિ હિતેશભાઈ ઘનશ્યામભાઈ લાખણકીયા જુનાગઢ ખાતે દોડી આવ્યા હતા ભવનાથ પોલીસે તેમનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
