<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ગણેશ વિસર્જનમાં ભાવનગરની રેસ્ક્યુ ટીમ બની વિઘ્ન હર્તા

સલામ છે ભાવનગર રેસ્ક્યુ ટીમના જવાનોને

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : હાલ સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઘણીવાર ગણેશ વિસર્જનના સમયે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થવાના અકસ્માતો પણ બને છે પરંતુ તંત્રના તરવૈયાઓની સતર્કતાથી કોઈકની જિંદગી પણ બચાવી શકાય છે.
  આવા જ એક ભાવનગરના ભાવિક  મુન્નાભાઈ ભોળાભાઈ બારૈયા, રહેવાસી: હાથબ કે જેઓ કોળિયાકના દરિયામાં ગણેશ વિસર્જન કરીને ન્હાવા ગયા હતા એ દરમિયાન દરિયામાં ડૂબવા લાગ્યા હતા. એવા સમયે ભાવનગરના દરિયા કિનારે સ્ટેન્ડ બાય રહેલી ભાવનગરની રેસ્ક્યુ ટીમને જાણ થઈ કે કોઈ ભાઈ દરિયામાં ડૂબી રહ્યા છે એટલે આ ટીમે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના બોટ લઈ જે વિસ્તારમાં તેઓ ડૂબતા હતા ત્યાં જઈ તેમનું રેસ્ક્યુ કરી સહી- સલામત બહાર કાઢી નવું જીવન આપ્યું છે.. સલામ છે ભાવનગર રેસ્ક્યુ ટીમ ના જવાનોને....

(7:02 PM IST)