<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ સામે જવાહરભાઈ ચાવડાના ધગધગતા આક્ષેપો :નરેન્‍દ્રભાઈને પત્ર

‘‘ધોકો શિર ધરાય , ચીજુ તો નજરે ચડે, દિવે નો દેખાય કુંડાની હેઠળ કાગડા...''કવિ કાગ ભાજપ પ્રમુખ કિરીટ પટેલે એક વ્‍યક્‍તિ એક હોદો , ત્રણ વર્ષનો કાર્યકાળ સહિતના નિયમો નેવે મૂકયા : ગેરકાયદે બાંધકામ કરીને જુનાગઢની જનતાને પૂરની આફતમાં સંડોવી દીધા : વારંવાર રજૂઆત છતાં કોઈ રહેમ નજર હેઠળ રજૂઆત દબાઈ જાય છ

( સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૭ :  માણાવદરના પૂર્વ ધારાસભ્‍ય અને ગુજરાત રાજ્‍યના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને પત્ર લખીને જુનાગઢ જિલ્લા ભાજપના હોદ્દેદાર અંગે સત્‍ય હકીકત વર્ણવી છે.જેનાકારણે રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને પાઠવેલા પત્રમાં જવાહરભાઈ ચાવડાએ પ્રારંભે કવિ કાગની કાવ્‍ય ની પંક્‍તિ લખી છે જેમાં જણાવ્‍યું છે કે ૅધોકો શિર ધરાય , ચીજુ તો નજરે ચડે, દિવે નો દેખાય કુંડાની હેઠળ કાગડા...ૅ આ કથા છે જુનાગઢ શહેરની. નવ વર્ષની વ્‍યથાની, આપણા શિસ્‍તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે એક વ્‍યક્‍તિ એક હોદો ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરે, આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમાં અપવાદ છે.

જવાહરભાઈ ચાવડાએ વધુમાં જણાવ્‍યું છે કે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદા પર છે અને આ સ્‍થાન પર રહી અને તેનો દૂર ઉપયોગ કરીને બીજા સ્‍થાનોની પ્રાપ્તિ કરેલ છે. એક જ સાથે ત્રણ હોદા પણ ભોગવે છે. જુનાગઢ જિલ્લા પ્રમુખ, બેંકમાં પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ.સત્તાના દૂર ઉપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં નહીં જોવા મળે.બે જિલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડના પ્રમુખ પદ ભોગવ્‍યું તાલાળા વિસાવદર જુનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલું લોલમલોલ ચાલ્‍યું હશે. અને પ્રમુખ પદની મ્‍યુચ્‍યુઅલ ટ્રાન્‍સફર પણ કરી. આ અસંભવ છે પરંતુ સત્તાના દુરુપયોગ અને હથોટી હોય અને ચડી બેસવાની વળત્તિ હોય તો જ આ બને. આટલા બધા પદ એ સત્તા લાલસા ની પરાકાષ્ઠા છે કેટલાક તો એક સાથે ભોગવ્‍યા જેથી વિવિધ વિભાગો અને સ્‍થાનોમાં વસુલી કે હપ્તા કોરી કરીને ચરમસીમાં વટાવેલ છે.

 જવાહરભાઈ ચાવડાએ વધુમાં જણાવ્‍યું કે આ અંગે મેં અને અન્‍ય આગેવાનો કનુભાઈ ભાલાળા ઠાકરશીભાઈ જારીયા માધાભાઈ બોરીચા વગેરે વખતોવખત ફરિયાદ કરી હોવા છતાં પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી કયાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે.

  આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે, આપ સુધી આ વાત પહોંચે કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચાર્ય આપણા પક્ષને પણ નીચું જોવું પડે એવા કળત્‍યો્‌ કર્યા છે. આમ તો આ લિસ્‍ટ લાંબુ છે પરંતુ બે અક્ષમ્‍ય કળત્‍યો્‌

 જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે એ જણાવું તો.

       જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોના નેવે મૂકીને કરેલું છે જે આપને કદાપી સ્‍વીકાર્ય નહીં થાય. જુનાગઢ ની જનતાને આફતમાં સંડોવનાર કારણોમાં એક વોકળા પરના દબાણોમાં જનાબ શિરમોર છે એમના દ્વારા નિર્મિત ક્રિષ્‍ના આર્કેડ એટલે ખોટી મંજૂરી, ખોટું બાંધકામ અને કાયમી દબાણ.   જવાહરભાઈ ચાવડાએ અંતમાં જણાવ્‍યું છે કે અમારી સમસ્‍યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા

કળત્‍યો્‌ કરે તો પ્રજાની વચ્‍ચે કયાં મોઢે જવું ? પ્રજાનો સામનો કેમ કરવો? આ સાથે મેં વખતોવખત કરેલી ફરિયાદ અને પાંચ બીડાણ પણ રજૂ કર્યા છે

(3:21 PM IST)