<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

જામનગરના ઓશો સન્યાસી ગીરીશભાઈ અત્રીનું અવસાન : ઓશોના જીવન સંદેશ મુજબ મૃત્યુને ઉજવ્યું : જુઓ વિડિયો

1972 પછીના શરૂઆતના ઓશો સન્યાસી પૈકી જામનગરના જ્યોતિષ અને સંશોધક વૃતિ ધરાવતા ગિરીશભાઈ અત્રીનું અવસાન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : જામનગરમા સ્મશાનમાં ઓશો સન્યાસીની અનોખી અંતિમક્રિયા નીકળી હતી.1972 પછીના શરૂઆતના ઓશો સન્યાસી પૈકી જામનગરના જ્યોતિષ અને સંશોધક વૃતિ ધરાવતા ગિરીશભાઈ અત્રીનું  અવસાન થયુ છે.આધ્યાત્મ અને સંશોધક વૃત્તિના સાધક અને વિદ્વાન જ્યોતિષ ગિરીશભાઈનું 80 વર્ષે નિધન થતા જામનગરમાં સવારે સ્મશાન યાત્રા સ્મશાને પહોંચી  હતી અને ઉજવણી

કરી હતી.ઓશોના જીવન સંદેશ મુજબ પરિવારે તેના મૃત્યુનો શોક મનાવવાને બદલે આ જીવન સાધકના મૃત્યુને ઉજવ્યું હતું.લૌકિક ક્રિયા રખાઈ ન હતી.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:16 PM IST)