News of Tuesday, 17th September 2024
જુનાગઢ રાયજીબાગ સોસાયટી દ્વારા કેમેરા ઇન્સ્ટોલ

જુનાગઢ તા. ૧૭ :.. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા જિલ્લાના લોકોને ભીડ-ભાડ વાળા લોકેશન પેટ્રોલ પંપ શોપીંગ મોલ, સ્કુલ-કોલેજ, જાહેર મેળાવડા ખાતે કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે છેલ્લા ૧ વર્ષથી ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે.
જૂનાગઢ સી ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર સ્થીત રાથજીબાગ સોસાયટીના રહીશો દ્વારા લોકભાગીદારીથી ૧૮ સીસીટીવી કેમેસ જાહેર માર્ગ ઉપર વ્યકતિનો સ્પષ્ટ ચહેરો તથા વાહનના નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે અત્રેની કચેરીની નેત્રમ શાખા સાથે ઓનલાઇન લીંક કરી અને ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે.
રાયજીબાગ સોસાયટીના રહીશો દ્વારા લોકભાગીદારીથી કેમેરાનું ઉદ્ધાટન પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા હસ્તે કરવામાં આવેલ અને રાયજીબાગ સોસાયટીના રહીશો દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસના મારૂ ગામ સુરક્ષીત ગામ, મારી સોસાયટી સુરક્ષીત સોસાયર્ટીં અભિયાનમાં સહયોગ આપવા બદલ અભિનંદન આપવામાં આવેલ.
છેલ્લા ૧ વર્ષમાં જૂનાગઢ જિલ્લાના કુલ ૪૧૦ સરપંચશ્રીઓને પત્ર લખી મારૂ ગામ સુરક્ષીત ગામ મારી સોસાયટી સુરક્ષીત સોસાયટી- અભીયાન અંતર્ગત મહતમ લોકેશન ઉપર કેમેરા ઇન્સ્ટોલ કરવા અપીલ કરવામાં આવેલ છે.
રાયજીબાગ સોસાયટી, દાણાપીઠ ગ્રેઇન માર્કેટ, રાજીવ ગાંધી પાર્ક, જલારામ સોસાયટી, માંગનાથ રોડ, અન્ય શોપીંગ કોમ્પ્લેક્ષ, પેટ્રોલ પંપ, શાળા/કોલેજ દ્વારા જૂનાગઢ શહેરમાં ૧૦૦૦ થી વધુ કેમેરા તથા વિવિધ સંસ્થાઓ, ગામના સરપંચશ્રીઓ વિગેરે મળી જિલ્લામાં કુલ ૫૦૦૦ થી વધુ કેમેસ જન ભાગીદારીથી ઇન્સ્ટોલ થયેલ છે.જૂનાગઢ પોલીસ અધિક્ષકની કચેરી સ્થીત નેત્રમ શાખા ખાતે ગુજરાત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેકટ Phasel અંતર્ગત જૂનાગઢ શહેરમાં હાલમાં કુલ ૨૮૫ સીસીટીવી કેમેરા દ્વારા ૨૪.૭ મોનીટરીંગ કરી ક્રાઇમ એનાલીસીસ, ક્રાઇમ ડીટેકશન, ટ્રાફીક મેનેજમેન્ટની કામગીરી કરવામાં આવે છે અને હાલમાં ગુજરાત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેક્ટ Phase II અંતર્ગત હજુ વધારે ૪૫૨ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ થવા ઉપર છે એમ ગુજરાત સરકારશ્રીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ ૭૩૭સીસીટીવી કેમેરાનું નેટવર્ક થનાર છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
