<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

છોટીકાશીમા ઠેર ઠેર ગણેશ ભક્તો દ્વારા ગણપતિની પ્રતિમાઓને વિસર્જિત કરવા માટે વિસર્જન યાત્રા નીકળી

જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા બંને વિસર્જન કુંડમાં ગણપતિની મૂર્તિ વિસર્જિત કરવા માટે ગણેશ ભક્તો ઊમટી પડ્યા

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૭, છોટી કાશીના ઉપનામ થી પ્રચલિત એવા જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે ધામધૂમપૂર્વક ગણેશોત્સવ ઉજવાયો હતો, અને આજે અનંત ચતુર્દશીના દિવસે ઠેર ઠેર ગણપતિ ની પ્રતિમાને વિસર્જિત કરવા માટે વિસર્જન યાત્રા નીકળી છે, અને ઢોલ નગારા અને ડી.જે.ના તાલે અનેક ગણેશ ભક્તો જુમી ઉઠ્યા છે. જ્યારે કેટલાક સ્થળોએ ગણેશ ભક્તો ભગવાન ગણેશજીની પૂજા અર્ચના સાથે સાથે રાસ ગરબા રમતા પણ જોવા મળ્યા હતા. 

જામનગર મહાનગરપાલિકા દ્વારા ખંભાળિયા રોડ તેમજ લાલપુર રોડ પર બે વિસર્જન કુંડ બનાવાયા છે, જે બંને સ્થળો પર અનેક ગણપતિ મંડળો દ્વારા ભગવાન ગણેશજીની નાની મોટી મૂર્તિ પધરાવવા માટે કતાર લગાવી છે, અને બંને વિસર્જનકુંડમાં આજે સવારથી જ ગણેશ ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

ગઈકાલ સુધીમાં બંને વિસર્જન કુંડમાં ભગવાન ગણેશજી ની ૩૬૪૦ મૂર્તિનું વિસર્જન કરી દેવાયું છે, તેમજ આજે પણ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો નાની મોટી ભગવાન ગણેશજીની મૂર્તિને વિસર્જન કુંડમાં વિદાય આપીને આવતા વર્ષે જલ્દી આવવા માટે પણ મનોકામના કરી રહ્યા છે.

(1:09 PM IST)