તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Tuesday, 17th September 2024
દુનિયામાં ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલનું અસ્તિત્વ નથીઃ વિજ્ઞાન જાથા દ્વારા જસદણમાં ચમત્કારોથી ચેતો કાર્યક્રમ

જસદણઃ જસદણ મોક્ષધામમાં સૌરાષ્ટ્ર પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના એસ.પી.એસ. સંકુલના ૪૫૦ છાત્ર-છાત્રાઓએ સ્મશાનમાં સદીઓ જુની માન્યતા, કુરિવાજો, પરંપરાઓ, અંધવિશ્વાસનું ખંડન કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. મેલીવિદ્યાની નનામી, અગોચર શકિત, આસુરી શકિત, ભૂત-ઙ્ઘેત, ડાકણ, ચૂડેલનો ભય, ભ્રામકતાને સામુહિક અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. સ્મશાનમાં દિવાળી જેવો માહોલનું સર્જન થયું હતું.કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ટ્રસ્ટના કમલેશભાઈ હિરપરા, મોક્ષધામના જે. ડી. ઢોલરીયા, ધીરૂભાઈ સાયાણી, મનજીભાઈ પટેલ, કેવલભાઈ હિરપરા સહિત આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.સ્વાગત પ્રવચન, પરિચય ટ્રસ્ટી કમલેશભાઈ હિરપરાએ વિજ્ઞાન જાથાની પ્રવળત્તિ સમાજને ફાયદો થયો છે તેના દાખલા આપ્યા હતા. છાત્ર-છાત્રાઓને સ્મશાનમાં લાવવાથી તર્કને પ્રાધાન્ય આપશે. ભય, ડર, ભ્રામકતા વિશે આત્મમંથન કરી સાચી સમજણ કેળવશે તેવી આશા રાખી હતી.પ્રારંભમાં ૪૫૦ છાત્ર-છાત્રાઓને કહેવાતી મેલીવિદ્યાની નનામીને ઉપાડી અંધશ્રદ્ધા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્યા હતા. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ એસ.પી.એસ. એ સ્મશાનમાં કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન આપ્યા હતા. છાત્ર-છાત્રાઓ હંમેશા નવા વિચારોને આવકારે છે. જ્ઞાન પદ્ધતિ સર્વાગી લાભકારક છે. સદીઓ જુના રદ્દી વિચારોને તિલાંજલિ આપવી જોઈએ. સદીઓથી ચાલી આવતી પરંપરાઓ, ગેરમાન્યતા, કુરિવાજોને ફગાવવા જોઈએ.ધાર્મિક ત્યૌહારના અમલમાં સંયમપૂર્વકનું વર્તન હોવું જોઈએ. મૂર્તિ વિસર્જન વખતે શ્રદ્ધાળુઓના પાણીના ડુબવાથી મોત થાય છે ત્યારે આઘાત-પીડા થાય છે. મોતનું નિવારણ આપણે જ કરવું પડશે. સ્મશાન સંબંધી સદીઓ જુની માન્યતા પરંપરાઓનું ખંડન કરવામાં આવ્યું હતું. છાત્ર-છાત્રાઓને હોંશભેર ભાગ લીધો હતો. સ્મશાનમાં જે. ડી. ઢોલરીયા, ધીરૂભાઈ સાયાણી, તેની ટીમે ઉત્કળષ્ઠ કામગીરી કરી હતી. સંકુલના કેવલભાઈ હિરપરા અને પરેશભાઈએ સંચાલન કર્યું હતું. જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, વિનુભાઈ લોદરીયા, જયસુખ રામાણી, ભાનુબેન ગોહિલે પ્રયોગ નિદર્શન સાથે તૈયારીમાં ભાગ લીધો હતો. (તસ્વીર-અહેવાલઃ ધર્મેશ કલ્યાણી-જસદણ)
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
