તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Tuesday, 17th September 2024
ગોંડલ નાગરિક બેંકના સભાસદોના વિશ્વાસને ક્યારેય દાગ નહી લાગે : જયરાજસિંહ જાડેજા
ભાજપનો જવલંત વિજય બાદ વિજય સભા યોજાઇ : યતિશ દેસાઇએ હવે કોઇપણ ચૂંટણી ન લડવી જોઇએ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૭ : ગોંડલ નાગરિક બેંકની ચુંટણીમાં વિપક્ષ ને ઘોર પરાજ્ય આપી ભાજપ પ્રેરીત પેનલનો ધીંગો વિજય થયા બાદ રાત્રે ઉદ્યોગભારતી અયોધ્યા ચોક ખાતે ભાજપ દ્વારા વિજય સભાનું આયોજન કરાયુ હતુ. તેમાં જેના નૈતળત્વ હેઠળ ચુંટણી લડાઇ તેવા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સભાસદો નો હાથ જોડી આભાર માન્યા બાદ જેમની પેનલ સહિત કારમી હાર થઇ છે તેવા યતિષભાઈ દેસાઈને સવાલ કર્યો કે તમે જાહેરસભામાં પડકાર કરેલો કે હારી જઇશ તો ચુંટણી લડીશ નહી, હવે હારી ગયાછો તો ચુંટણી લડાય ખરી?એક સિનિયર આગેવાન તરીકે સલાહ આપુ છુ કે આવા ચુકાદા પછી કોઈ પણ ચુંટણી લડવી જોઈએ નહી.જયરાજસિંહે કહ્યુ કે ગણેશ ને ચુંટણી લડવા નો મારો કોઈ આગ્રહ નહતો, દરેક સમાજમાંથી ગણેશને ચુંટણી લડાવવાની વાત આવી. બસ આ વાતે યતિષને દુખાવો થયો.
તેમણે કેટલીક યુટયુબ ચેનલો તેમના પરીવારને ટાર્ગેટ કરી રહી હોવા અંગે રોષ સાથે નારાજગી વ્યક્ત કરી કહ્યુ કે આ ચેનલો એવુ કહે કે ગણેશ જેલમાં દાંત કેમ કાઢે છે ? ભલા માણસ, દાંત નહી કાઢવા એવો કોઈ કાયદો છે ખરો? મને સારો કે ખરાબ કહેવાનો અધિકાર ગોંડલ ને છે. મારૂ પ્રમાણપત્ર આપનારા તમે કોણ?
નાગરિક બેંકનાં પરીણામ દ્વારા આવી ચેનલોને ગોંડલનાં મતદારોએ જવાબ આપી દીધો છે.
જયરાજસિંહે કહ્યુ કે આધુનિક અને સુવિધાઓ સાથે બેંકનુ નવુ બિલ્ડીંગ બનશે.તેમણે કહ્યુ કે સભાસદો એ અશોકભાઈ પીપળીયાની નીતીમતા અને સુદ્રઢ વહીવટ ને મત આપ્યા છે.ત્યારે સભાસદો નાં વિヘાસ ને કયારેય દાગ નહી લાગે.
નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ તેજાબી વકતવ્યમાં યતિષભાઈ દેસાઈને આડે હાથ લઈ કહ્યુ કે તેમનુ કામ ચોમાસાની ઋતુની જીવાત જેવુ છે.જ્યાંરે ચુંટણીઓ આવે આ જીવાત આવી જાય. ગણેશભાઈની કોરોનાકાળ, પુરગ્રસ્ત સ્થિતી સમયની સેવાઓ લોકો ભુલ્યા નથી પણ તે યતિષભાઈ ને ખબર નથી ! યતિષભાઈ ખોટી રીતે વિરોધ કરવા ટેવાયેલા છે. સો વર્ષ જુના રાજાશાહી વખત નાં ભગાબાપુનાં બન્ને પુલને હજુ સો વર્ષ સુધી કંઈ થાય તેમ નથી. તેમ છતા કોર્ટને ગુમરાહ કરી પુલ બંધ કરાવી ગોંડલને બાન માં લીધુ છે. પુલ બંધ થતા મમરા, સિમેન્ટ સહિત ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. તેમણે કહ્યુ કે ગોંડલનાં હીતમાં યતિષભાઈ એ હમેંશા અવરોધ નાખ્યા છે. બેંકનો ચુકાદો તેની ગવાહી છે.
નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ મનસુખભાઇ સખીયા એ કહ્યુ કે યતિષભાઈમાં નૈતિકતા જેવુ જરા પણ હોય તો આ નાલેશી સ્વીકારવી જોઈએ. યતિષભાઈ એ બેંકના તેમના સાશન સમયે બેંક ને ખોતરી ખાધી હતી.તે પછી અશોકભાઈ પીપળીયાએ કરેલા પ્રજાલક્ષી વહીવટ ને મતદારો એ સ્વિકાર્યો છે. બેંક ના ડીરેકટર ઓમદેવસિંહ જાડેજાએ ટકોર કરી કે યતિષભાઈ એ નેગેટિવ રાજનીતી દાખવી છે. પ્રજા માટે પોઝીટીવ રાજનીતી દાખવવાની હોય. મુસ્લિમ સમાજનાં આગેવાન ફતેહમહમદ નુરસુમારે શાયરાના અંદાજમાં વિપક્ષની હારને છેલ્લો જનાજો ગણાવ્યો હતો. વરીષ્ઠ આગેવાન કનકસિંહ જાડેજાએ કહ્યુ કે નાગરિક બેંક રોજી રોટી આપનારી બેંક છે. તેના પર કાદવ ઉછાળવો યોગ્ય નથી. અશોકભાઈ એ બેંકમાં વિકાસનો ઇતિહાસ રચ્યો છે.
વિજયસભા માં ઉપસ્થિત જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે બેંકની ચુંટણીમાં ઈમાનદારીનો વિજય થયો છે. ગોંડલના આન, બાન અને શાનનુ રક્ષણ જયરાજસિંહ કરે છે. કોઈ લુખ્ખાઓ હાની પહોંચાડે તો તેને સીધાદોર કરવાનું કામ પણ જયરાજસિહ જાડેજા કરેછે.
વિજય સભામાં ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિત વિજેતા ઉમેદવારો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
