<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

મોરબીના શ્રી ખોખરા હનુમાનધામમાં પૂ.કેશવાનંદબાપુની સમાધીના રજતજયંતિના વર્ષ નિમિતે પૂ.કનેકશ્વરીદેવીજીના સાનિધ્‍યમાં શ્રીમદ્‌ ભાગવત કથા

દ્વારકા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય પ.પૂ.સ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ આર્શિવચન પાઠવશે : વ્‍યાસાસને અનંત વિભુષિત મલુક પીઠાધિશ્વર શ્રી રાજેન્‍દ્રદાસજી મહારાજઃ ૧૯ થી ૨૫ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ ‘ભગવાન શ્રી કૃષ્‍ણની દ્વારકાલીલા' વિષયક કથાનું રસપાનઃ સંતો-મહંતો- કથાકારો ઉપસ્‍થિત રહેશે

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૭: મોરબીમાં આવેલી શ્રી ખોખરા હનુમાનધામમાં સદગુરૂ પુ.પૂ.શ્રી કેશવાનંદબાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે તા.૧૯થી ૨૫ સપ્‍ટેમ્‍બર સુધી શ્રીમદ ભાગવત સપ્‍તાહનું આયોજન મહામંડલેશ્વરમાં શ્રી કનેકશ્વરીદેવીજી ગુરૂ પ.પુ. શ્રી કેશવાનંદબાપુ, શ્રી મહંત શ્રી સત્‍યાનંદ મહારાજ, મહંત શ્રી જયદેવાનંદજી મહારાજ, શ્રી જોગેશ્વરીદેવી, શ્રી મંગલેશ્વરીદેવીના સાનિધ્‍યમાં કરવામાં આવ્‍યું છે.

સમર્થ સદગુરૂ નિત્‍યાનુભવગમ્‍ય, પરમાર્થ મૂર્તિ પ.પૂ.શ્રી કેશવાનંદબાપુની સમાધીના રજત જયંતિ વર્ષ નિમિતે સદગુરૂ ભગવાનની ભૂમિ- શ્રી હરિહરધામની પાવન તિર્થ ભૂમીમાં સાક્ષાત શ્રી હરિના

શબ્‍દ વિગ્રહ સ્‍વરૂપ ‘‘શ્રીમદ ભાગવત કથાનું જગદગુરૂ દ્વારાચાર્ય શ્રી મલૂક પીઠાધિશ્વર પ.પૂ. સ્‍વામી શ્રી રાજેન્‍દ્રદાસજી દ્વારાચાર્યજી મહારાજના વ્‍યાસાસને યોજાશે.

કથા દરમ્‍યાન દેશ-વિદેશના આમંત્રિત પીઠાધીશ્વરો મહામંડલેશ્વરો, મહંતો, સાધુ-સંતો, કથા જગતના વિદ્વવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

મહામંડલેશ્વરમાં શ્રી કનકેશ્વરીદેવીજી ગુરૂ પ.પૂ.કેશવાનંદબાપુના સાનિધ્‍યમાં આયોજીત ધર્મોત્‍સવમાં તા.૧૯ના સવારે ૯ વાગ્‍યે પોથીયાત્રા, ૯:૩૦ વાગ્‍યે દિપ પ્રાગટય સાથે કથાનો પ્રારંભ થશે. તા.૨૫-૯-૨૪ના બપોરે ૧ વાગ્‍યે કથા વિરામ લેશે. કથાનો મુખ્‍ય વિષય ભગવાન શ્રી કૃષ્‍ણની દ્વારકાલીલા છે.

ગોૈરૂષિ પરમાર્થ મૂર્તિ પ.પૂ.દતશરણાનંદજી મહારાજ, ગોૈલોક મહાતીથ, પથમેડા રાજસ્‍થાન, શ્રી સંતરામ મંદિર મહંત પ.પૂ.શ્રી રામદાસજી મહારાજ, શ્રી સંતરામ મંદિર શાખાના સંતો વિશેષ ઉપસ્‍થિત રહેશે.

આ તકે આર્શિવચન અનંત શ્રી વિભૂષિત દ્વારકા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય પ.પૂ. સ્‍વામીશ્રી સદાનંદ સરસ્‍વતી મહારાજ પાઠવશે. દિપ પ્રાગટય અનંત શ્રી વિભૂષિત શ્રી પંચ અગ્નિ અખાડા પીઠાધીશ્વર આચાર્ય મ.મં.પ.પૂ. શ્રી રામકૃષ્‍ણનંદજી મહારાજ (અમરકંટક) મહોત્‍સવના અધ્‍યક્ષશ્રી મહંત પ.પૂ. શ્રી મુકતાનંદબાપુ (સભાપતિ શ્રી પંચ અગ્નિ અખાડા) રહેશે.

ભાવિકોને કથા શ્રવણ તથા દરરોજ કથા વિરામ બાદ ભોજન મહાપ્રસાદનો લાભ લેવા મહામંડલેશ્વરમાં શ્રી કનકેશ્વરીદેવી ગુરૂ પ.પૂ. કેશવાનંદબાપુ સહિતનાએ આમંત્રણ પાઠવ્‍યું છે.(૨.૩)

‘પદ્મશ્રી' ભીખુદાન ગઢવી, માયાભાઇ આહિર, લલિતાબેન ઘોડાદ્રા સહિતના કલાકારો રમઝટ બોલાવશે

મોરબી તા. ૧૭: કથા દરમિયાન તા. ૨૦-૯-૨૪ના રાત્રીના ૧૦ વાગ્‍યે ભગવતી ગોસ્‍વામી, પિયુષ મિષાીનો સંતવાણી-ભજન કાર્યક્રમ યોજાશે.

તા. ૨૨-૯-૨૪ના રાત્રીના ૧૦ વાગ્‍યે માયાભાઇ આહિર, સાધ્‍વી શ્રી જયશ્રીદાસ અને દમયંતીબેન બરડાઇ સંતવાણી ભજન રજૂ કરશે.

તા. ૨૪-૯-૨૪ના રાત્રીના ૧૦ વાગ્‍યે ‘પદ્મશ્રી' ભીખુદાન ગઢવી, પ્રવિણભાઇ સુરદાસ અને લલિતાબેન ઘોડાદ્રા સંતવાણી-ભજન રજુ કરશે.સંતવાણીનું સંચાલન મોરારદાન ગઢવી કરશે.(૨.૩)

મહોત્‍સવમાં સંતો-મહંતો આર્શિવાદ પાઠવશે

મોરબી તા. ૧૭ : શ્રી ખોખરા હનુમાન ધામ તા. ૧૯ થી ૨૫ દરમિયાન આયોજીત શ્રીમદ્‌ ભાગવત  કથા દરમિયાન અનેક સંતો- મહંતો આર્શિવચન પાઠવશે જેમાં  પૂ. શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ, પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ (નડિયાદે) પૂ. રામકૃષ્‍ણ નંદજી મહારાજ (અમરકંટક) પૂ. અરૂણગીરી મહારાજ (રૂષિ કેશ) પૂ. શરણાનંદજી મહારાજ (વૃંદાવન) પૂ. મહેન્‍દ્રગીરી મહારાજ (જુનાગઢ) પૂ. ઇશ્વરાનંદજી (શ્રી ઉતર સ્‍વામી પૂ. ચિદાનંદ સરસ્‍વતી મહારાજ (રૂષિકેશા પૂ. શાન્‍તશ્વરજી મહારાજ (રાજસ્‍થાન ા પૂ. હરિહરાંદ ભારતી મહારાજ (જુનાગઢ) પૂ. ચિન્‍મયાનંદ સરસ્‍વતી મહારાજ (ઇન્‍દોર) પૂ. મુકતાનંદજી મહારાજ (ચાંપરડા) પૂ. ઇન્‍દ્રભારતીજી મહારાજ (જુનાગઢ) પૂ. હરિગીરીજી મહારાજ (જુનાગઢ) પૂ. રધુમુનીજી મહારાજ (હરિદ્વારા) પૂ. બુધ્‍ધગિરી મહારાજ (જુનાગઢ) કરશનદાસ બાપુ (પરબધામ) પુ.સ્‍વામી શ્રી અવધેશાનંદજી મહરાજ (હરિદ્વાર) પુ.દતશરણાનંદજી મહારાજ (પથમેડા), પુ.વલકુબાપુ (ચલાલા), પુ.વિજયબાપુ (સતાધાર), પુ.શેરનાથબાપુ (જુનાગઢ), પુ.શ્રધ્‍ધાનંદજી મહારાજ (ધોરાજી) પુ.સહજાનંદગીરીજી મહારાજ (હળવદ), પુ.જયઅંબાનંદગીરીજી માતાજી, પુ.કનીરામબાપુ  (દુધરેજ), પૂ.દિલીપદાસજી મહારાજ( અમદાવાદ) પુ.દુર્ગાદાસજી મહારાજ (સાયલા) પુ.રામગોપાલદાસજી મહારાજ(ઇન્‍દોર), પુ.મોહનદાસજી મહારાજ ( અમદાવાદ), પુ.મધુસુદન દાસજી મહારાજ, (અમદાવાદ)  પુ.રાજેન્‍દ્રદાસજી મહારાજ (રાપર), પુ.શિવરામ સાહેબ (મોરબી), પુ. જાનકીદાસજી મહારાજ (કમીજલો) પૂ.નિર્મળાબા (પાળીયાદ), પુ.રામબાલક દાસબાપુ (દુધઇ) પુ.મુળજીરાજા (કચ્‍છ), પુ.જગજીવનદાસ બાપુ(જુનાગઢ), પુ.સહજાનંદગિરીજી મહારાજ, પુ. ભારદ્વારજ( મોટા ખુંટવ), પુ.મહેશગીરીજી મહારાજ (જુનાગઢ) પુ.બંસીરામદાસબાપુ (મેસરીયા), પુ.વિશ્વેશ્વરાનંદજી(સુરત) પૂ. દેવપ્રસાદબાપુ (જામનગર) પૂ. આત્‍માનંદ  પૂ. આત્‍માનંદ સરસ્‍વતી (બોટાદ) પૂ. લલિત કિશોરદાસજી મહારાજ (લીંબડો) પૂ. રાજેન્‍દ્રદાસાબપુ તોરણીયા) પૂ. દલપતગિરી જી મહારાજ (જુનાગઢ પૂ. પવનાનંદજી મહારાજ (ઇન્‍દોર), ભગવદગીરીબાપુ (કચ્‍છ), પુ.દેવનાથબાપુ (કચ્‍છ), પુ.પરમાત્‍માનંદજી મહારાજ(અમદાવાદ), પુ.બ્રહ્માંત્‍માનંદજી મહારાજ(વડોદરા) સહિતના સંતો મહંતો ઉપસ્‍થિત  રહેશે.(૨.૩)

 કથાના દૈનિક યજમાન પરિવાર

મોરબી : મોરબી ના શ્રી ખોખરા હનુમાનજી મંદિરે કથાના દૈનિક યજમાનો અજયભાઇ લોરીયા (મોરબી) ભગુભાઇ એમ. પટેલ (અમદાવાદ) નવીનભાઇ ફેફર (ભરતનગર) વિજયભાઇ મકવાણા (અમદાવાદ) રાધેશ્‍યામભાઇ ઠાસરા, સદગુરૂ પરિવાર (નાસિક) ફરશુભાઇ ગોકલાણી (રાધનપુર) જગદીશભાઇ પટેલ (અમદાવાદ) ગોપી કિશન માલાણી (જોધપુર) સવિતાબેન દેવજીભાઇ કૈલા પરિવાર (મોરબી) છે.(૨.૩)

કથાકારો ઉપસ્‍થિત રહેશે

 

મોરબી તા.૧૭: મોરબીના શ્રી ખોખરા હનુમાનધામમાં કથાકારો હિરેનભાઇ શાષાી (રાજકોટ) ભુપેન્‍દ્રભાઇ પંડયા (મુંબઇ), શાષાી મુરલીધર મહારાજ (જોધપુર), શાષાી ડો.મહાદેવપ્રસાદ મહેતા(સોમનાથ), શાષાી ઇશ્વરચંદ વ્‍યાસ(જુનાગઢ) ગોૈતમભાઇ શાષાી(મુંબઇ), આચાર્ય ધનંજયભાઇ વ્‍યાસ (મુંબઇ), શાષાી નવશંકરભાઇ રાજગોર (કચ્‍છ), શાષાી અનિલભાઇ પંડયા (મુંબઇ), શાષાી અશોકભાઇ ભટ્ટ(રાજકોટ), શાષાી કનૈયાલાલ ભટ્ટ(રાજકોટ), શાષાી કોૈશિકભાઇ ભટ્ટ(રાણસીકી), શાષાી શ્‍યામભાઇ ઠાકર, શાષાી જીજ્ઞેશદાદા ‘‘રાધે રાધે'', શાષાી મુકુંદ મહારાજ રામાનુજ (રાજકોટ) શાષાી રવિન્‍દ્રભાઇ (જુનાગઢ), શાષાી બટુક મહારાજ, શાષાી જયુભાઇ મહેતા, શાષાી જનકભાઇ મહેતા, શાષાી પ્રદિપભાઇ, શાષાી રમેશભાઇ પંડયા, શાષાી રામેશ્વરદાસજી હરિયાણી, શાષાી ડો.દિપકભાઇ મહેતા, શાષાી નયનભાઇ આચાર્ય (શ્રી ખોખરા હનુમાનધામ) શાષાી નિખીલભાઇ જોશી (મોરબી) સહિતના ઉપસ્‍થિત રહેશે.(૨.૩)

(12:19 PM IST)