<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

નમો ભારત રેપિડ રેલના આગમનને વધાવવા હજારો હળવદ વાસીઓ ઉમટયાઃ ટ્રેન જોવા અંદર ગયેલા લોકોને દરવાજોનો ખુલતા ધ્રાંગધ્રા સુધી આનંદ માણ્‍યોઃ ભારે રમૂજ ફેલાઇ

 

(દીપક જાની દ્વારા) હળવદ,તા.૧૭: ગઈકાલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજ - અમદાવાદને લીલીઝંડી બતાવીને ટ્રેનની શરૂઆત કરાવી હતી. ત્‍યારે આ ટ્રેન ભુજથી ઉપડીને હળવદ રાત્રે ૮ વાગ્‍યાની આસપાસ હળવદ પહોંચી હતી. જ્‍યા ઉપસ્‍થિત હજારો હળવદીયા ઓ દ્વારા ઢોલ નગારા સાથે સ્‍વાગત કરવામા આવ્‍યું હતું.

સમગ્ર પ્‍લેટફોર્મ  નાના બાળકો, યુવાનો, મહિલાઓ અને પુરુષોથી ભરાઈ ગયું હતું. જે હળવદ માટે અવિસ્‍મરણીય ઘટના હતી. ટ્રેન આવ્‍યા બાદ કેટલાય લોકો ટ્રેન જોવા અંદર ગયા હતા પરંતુ સ્‍ટોપેજ થોડી મિનિટોનો હોવાને ટ્રેન ઉપડી હતી. પરંતુ દરવાજા નહી ખુલતા લોકો એ ટ્રેનમા ધ્રાંગધ્રા સુધી જવું પડ્‍યું હતું. જેનાથી ભારે રમૂજ ફેલાઇ હતી. પરંતુ લોકો એ ટ્રેનમા આનંદ ઉઠાવ્‍યો હતો. જે સમગ્ર નગરમાં ટોક ઓફ ધી ટાઉન બની રહી હતી.

(11:58 AM IST)