News of Tuesday, 17th September 2024
વિછીયાના ખડકાણા ગામે અહિથી કેમ નીકળ્યો? કહી કરણ પર હુમલો

રાજકોટ તા. ૧૭: વિછીયાના ખડકાણા ગામે રહેતાં કરણ દેવરાજભાઇ સદાદીયા (ઉ.વ.૨૧) નામના કોલેજીયન છાત્રને ગામના જ બે શખ્સોએ લાકડીથી માર મારતાં વિછીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જાણવા મળ્યા મુજબ ખડકાણા ગામે રહેતો કરણ સાંજે સાડા છએક વાગ્યે ગામમાંથી નીકળ્યો ત્યારે સંજય ગોહેલ અને ગોકળ મોતીએ તું અહિથી શું કામ નીકળ્યો? કહી ઝઘડો કરી લાકડીથી માર મારતાં વિછીયા સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇ સહિતે વિછીયા પોલીસને જાણ કરી હતી.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
