<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

કુરીયર પાર્સલની આડમાં હેરાફેરીનું કારસ્‍તાન સાયલા પાસે સવા ત્રણ લાખનો દારૂ ઝડપાયો

પોરબંદરના ત્રણ શખ્‍સો સામે ગુન્‍હો દાખલ

 (ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૭ :  સાયલા કુરીયર પાર્સલની આડમાં ઇંગ્‍લીશ દારૂ હેરાફેરીનું કારસ્‍થાન સાયલા પોલીસે પકડી પાડ્‍યું છે.

 પોલીસની આંખોમાં ધુળ નાખવાની કોશિશ કરતા, પોલીસે ઇંગ્‍લીશ દારૂની બોટલો રૂપિયા ૩,૩૭,૩૨૦, તેમજ ટ્રક કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦, મળી કુલ કિંમત રૂપિયા આશરે ૮,૩૭,૩૨૦, નો મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડ્‍યા છે.

     પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી.એચ. શીંગરખીયા  તેમજ  પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એસ.ડી.પટેલ તથા એ.એસ.આઇ,હરદેવસિંહ  ઝાલા તથા પોલીસ હેડ કોસ્‍ટેબલ મુકેશભાઇ મનજીભાઇ તથા પોલીસ કોસ્‍ટેબલ રમેશભાઈ મગનભાઈ શેખ તેમજ પોલીસ કોસ્‍ટેબલ ગંગદાસભાઈ પુનાભાઈ ગઢવી તથા પોલીસ કોસ્‍ટેબલ જીતેદ્રસિંહ ભુપતસિંહ પેટ્રોલીંગમાં હતા.

         તે દરમ્‍યાન  જી.જે-૦૩-એ.ટી-૧૧૯૧ વાળીનો ચાલક  વિદેશી દારૂનો જથ્‍થો ભરી લીંબડી તરફથી આવે છે, જે હકિકત. આધારે  દારૂની શીલબંધ બોટલો નંગ-૨પર જેની કુલ કિંમત રૂપિયા ૮૬૪૦૦, તથા બીયર ટીન નંગ, ૫પર જેની કુલ કિંમત રૂપિયા ૪૪૦૪૦૦, તથા દારુના ચપલા નંગ, ૨૩૫૨ જેની કુલ કિંમત રૂપિયા ૨,૦૬,૮૮૦, નો પ્રોહી મુદ્દામાલ જેની કુલ કિંમત રૂપિયા ૩,૩૭,૩૨૦, તથા લાલ કલર નો ટાટા કંપનીનો ટ્રક   રૂપિયા ૫,૦૦,૦૦૦, ગણી   સાથે આરોપી નરેશ કીશનભાઈ પરમાર ઉંમર વર્ષ આશરે ૫૪ ધંધો ડ્રાઇવીંગ રહે, પોરબંદર. સબીર ઉર્ફે ફોડલો યુનુશભાઇ હાજી ઉંમર વર્ષ ૪૦ ધંધો. મજુરી રહે,પોરબંદર, તેમજ દારૂ મંગાવનાર આરોપી વિક્રવજીતસિંહ ઉર્ફે બાપુ મહેન્‍દ્રસિંહ રાણા રહે.બોખીરા,પોરબંદર. આરોપી ને ઝડપી તેમજ દારૂ મંગાવનાર આરોપી સામે દારૂ ની ગેરકાયદેસર હેરાફેરી કરવા તેમજ વેચાણ કરવાનો ગુન્‍હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:48 AM IST)