News of Tuesday, 17th September 2024
ભાવનગરના ભાંખલ ગામે લપસી જવાના કારણે તળાવમાં ડૂબી જતા આધેડનું મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧૭: સિહોર તાલુકાના ભાંખલ ગામે મોહનભાઈ લક્ષ્મણભાઇ મકવાણા ઉ.વ..૬૫ પશુપાલન કરે છે. તે પોતાના પશુઓને ચરાવવા માટે નીકળ્યા હતા. જે પછી તેમના પશુઓ તળાવના પાણીમાં ઊતર્યા હતા. તળાવના પાણીમાંથી પશુઓને બહાર કાઢતા સમયે મોહનભાઇનો પગ અનાયાસે લપસી ગયો હતો.
જે પછી મોહનભાઈનો તળાવના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તળાવના પાણીમાં ડુબી જવાથી આડેધનું મોત થયુ છે.આધેડના ડુબવાની ઘટનાની જાણ થતા જ સરપંચ સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં ઝંપલાવ્યુ હતુ. જે પછી સ્થાનિક તરવૈયાઓએ આધેડનો મળતદેહ બહાર કાઢયો હતો.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
