News of Tuesday, 17th September 2024
નમો રેપીડ રેલ સાથે જ કચ્છની ધરતી ઉપરથી દેશમાં ઈન્ટરસિટી મેટ્રો રેલનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
એસી કોચ સાથે હાઈ સ્પીડ ટ્રેન, કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના હળવદ, ઘાંગધ્રાથી ઝડપભેર અમદાવાદ પહોંચવું સરળ, વ્યાજબી ભાડું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ભુજથી અમદાવાદ વચ્ચે નમો રેપીડ રેલના પ્રારંભ સાથે જ કચ્છની ધરતી ઉપરથી દેશમાં ઈન્ટરસિટી મેટ્રો રેલ સેવાનો પ્રારંભ થયો છે. આ ટ્રેન હાઇસ્પીડ સાથે આધુનિક સુવિધાથી સજ્જ છે.
ભુજથી સવારે ૫ વાગ્યે ઊપડી ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ઘાટલોડિયા થઈ ૧૦/૫૦ વાગ્યે સાબરમતી પહોંચશે. એજ રીતે સાંજે ૭ વાગ્યે પરત સાબરમતીથી ઊપડી રાત્રે ૧૧/૩૦ સુધી ભુજ પહોંચશે.
ભુજ રેલવે સ્ટેશને ટ્રેન સેવા પ્રારંભે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, પશ્ચિમ રેલવે અમદાવાદ મંડલના એડીઆરએમ લોકેશ કુમાર, કચ્છ ના એઆરએમ આશિષ ધનિયા, ક્લેક્ટર અમિત અરોરા, ભુજ સ્ટેશન મેનેજર રાજીવકુમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
