<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

આજે સવારે કચ્છમા ૨.૭ ની તીવ્રતાનો ભૂકંપ

આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉના દક્ષિણથી પૂર્વ તરફ ૧૦ કીમી દૂર નોધાયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : કચ્છમાં સતત ભૂકંપના આંચકાનો દોર ચાલુ છે. આજે સવારે વધુ એક વખત કચ્છની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી હતી.

       ગુજરાત સિસ્મોલોજી કચેરીના જણાવ્યાનુસાર સવારે ૬.૫૯ મીનીટે ૨.૭ રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉના દક્ષિણ થી પૂર્વ તરફ ૧૦ કીમી દૂર નોધાયું છે. આંચકાથી નુકસાનીના કોઇ સમાચાર નથી.

(9:24 AM IST)