<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

પોરબંદર અટલ ભવનના ઉદ્દઘાટન સમારંભની વ્‍યવસ્‍થા તુટીઃ ખુરશીઓ ઘટી : રામભાઇને ઉભા રહેવું પડયું !

અર્જુનભાઇ મોઢવાડીયાને માંડ માંડ બેસવાની જગ્‍યા મળીઃ ઉપસ્‍થિત નેતાઓના ચહેરા ઉપર નારાજગી જોવા મળી

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬: જિલ્લા ભાજપ કાર્યાલય ‘‘અટલ ભવન''ના ઉદ્દઘાટન સમારંભની વ્‍યવસ્‍થા તુટી જતાં ઉપસ્‍થિત મહાનુભાવોને બેસવા માટેની ખુરશીઓ ઘટી પડી હતી. રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયાને બેસવા માટે જગ્‍યા નહીં મળતા રામભાઇને સમારંભમાં છેલ્લે ઉભા રહેવું પડયું હતું.

અટલ ભવન ઉદ્દઘાટન સમારંભમાં પુરતી વ્‍યવસ્‍થાના અભાવે ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાને બેસવા માટે માંડ માંડ જગ્‍યા મળી હતી. અટલ ભવનના ઉદ્દઘાટન સમારંભમાં કેન્‍દ્રીયમંત્રી ડો. મનસુખભાઇ માંડવિયા, ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ પૂર્વ ધારાસભ્‍ય બાબુભાઇ બોખીરીયા સહિત બહોળી સંખ્‍યામાં નેતાઓ અને આગેવાનો-કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતાં. અટલ ભવનના ઉદ્દઘાટન કાર્યક્રમ બાદ સદસ્‍યા અભિયાન સંબંધે મિટીંગ યોજાઇ હતી.

(1:54 PM IST)