News of Monday, 16th September 2024
મોરબીમાં ગૃહકલેશના કારણે કરણભાઇ કટારીયાનો ગળેફાંસો ખાઇ આપઘાત
પંચાસર ગામની સીમમાં અજયભાઇનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૬: શહેરના ઉમા ટાઉનશીપમાં રહેતા ૩૦ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં રહેતા કરણભાઈ સુરેશભાઈ કંટારીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ઘર કંકાસને કારણે પોતાના ઘરે પ્લાસ્ટિક દોરી બાંધી પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં મોરબીના પંચાસર ગામની સીમમાં વાડીએ રહીને કામ કરતા અજયભાઈ સજનભાઈ (ઉ.વ.૩૦) નામના યુવાન ગત તા. ૧૫ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને યુવાનને મળત જાહેર કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
