News of Monday, 16th September 2024
સેવાકાર્ય સાથે રિવાબા જાડેજાની ગણેશ ભકિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૬: જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા પોતાના મત ક્ષેત્રમાં અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ દરમિયાન જુદા જુદા ગણપતિ ના પાંડાલ અને ગણેશ મહોત્સવ ના આયોજકોની મુલાકાત લેવામાં આવે છે, અને ગણેશજીની વંદના કરવામાં આવી રહી છે. ત્યારે તેઓની કળષ્ણનગર વિસ્તારમાં ‘સેવાદાર' તરીકેની ગણેશ ભક્તિ જોવા મળી હતી. કળષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ભગવાન ગણેશજીને ૧૫,૫૫૧ મોદક મહાપ્રસાદ રૂપે ધરવા માટેનો સેવા યજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો.
શનિવારે રાત્રિના સમયે સંસ્થા દ્વારા મોદક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦થી વધુ સ્થાનિક બહેનો સેવાદાર તરીકે કાર્યરત હતા, જે દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ઉપરોક્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, એટલું જ માત્ર નહીં તેઓ કળષ્ણનગર વિસ્તારના બહેનોની સાથે ભગવાન ગણેશજીના મહાપ્રસાદ મોદક ની તૈયારી કરવામાં જોડાયા હતા, અને પોતાના હાથે સંખ્યાબંધ મોદક તૈયાર કરીને ‘ભગવાન ગણેશજીના સેવાદાર' તરીકે પોતાની ફરજ અદા કરી હતી, અને ગણેશ ભક્તિના દર્શન કરાવ્યા હતા.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
